ટી20 વર્લ્ડકપ: શ્રીલંકાએ વેસ્ટઇન્ડિઝને 9 વિકેટે પછાડ્યું

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં વેસ્ટઇંડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 129 રન બનાવ્યા હતા. શ્રીલંકાની આક્રમક બોલીંગ સામે વેસ્ટઇંડિઝના બેસ્ટમેનો એક રન માટે તરસતાં હતાં. ઘાતક બેસ્ટમેન ક્રિસ ગેલ 9 બોલમાં 2 રન બનાવી આઉટ થઇ ગયો હતો. જ્યારે બીજા ઓપનર જોનસન ચાર્લ્સ 12 રન બનાવી શક્યા હતા. ઇવેન બ્રાવોએ 34 બોલમાં 40 રન બનાવીને ટીમના સ્કોરને તેજી આપી હતી. ત્યારબાદ સેમ્યુઅલ્સે પોતાની અર્ધસદીથી ટીમના સ્કોરમાં તેજીથી રન
જોડ્યા હતા. સેમુઅલ્સે 35 બોલમાં 50 રન બનાવ્યા હતાં. શ્રીલંકાના અજંતા મેંડિસે 2 વિકેટ લીધી હતી જ્યારે એન્જેલો મૈથ્યૂઝ, નુવાન કુલ શેખરા, અને જીવન મેંડિસે એક-એક વિકેટ મેળવી હતી.












Click it and Unblock the Notifications
