For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેબનાનના સ્ટાર ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવીનું મોત, માથામાં ગોળી વાગી હતી

ગોળી લાગવાથી ઘાયલ લેબનાનના પ્રમુખ ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવી (Mohammed Atwi) નું મોત થયું છે.

|
Google Oneindia Gujarati News

બેરૂતઃ ગોળી લાગવાથી ઘાયલ લેબનાનના પ્રમુખ ફુટબૉલ ખેલાડી મોહમ્મદ અટવી (Mohammed Atwi) નું મોત થયું છે. તેઓ 33 વર્ષના હતા. લગભગ એક મહિના પહેલા તેમને માથામાં ગોળી વાગી હતી, ત્યારથી તેઓ હોસ્પિટલે દાખલ હતા. લેબનાનની સકારી સમાચાર એજન્સીએ આ અંગે જાણકારી આપી છે.

mohammed atwi

21 ઓગસ્ટે મોહમ્મદ અટવીને માથામાં ગોળી વાગી હતી. તેઓ ત્યારથી આઈસીયૂમાં દાખલ હતા જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. તેમને ગોળી કેવી રીતે લાગી કે કોણે ફાયરિંગ કર્યું હતું તે અંગે હજી સુધી કંઈ માલૂમ નથી પડ્યું. આ ઘટનાએ લેબનાનને ધ્રુજાવી મૂક્યું હતું. લેબનાનમાં બંદૂક કે રાયફલથી હવામાં તાબડતોડ ફાયરિંગ થવું સામાન્ય વાત છે. અહીં લગ્ન સમારોહ, મોત પર અથવા પાર્ટીમાં નેતાઓના ભાષણ દરમ્યાન તો ક્યારેક ક્યારેક તો બાળકો પાસ થવા પર પણ હવામાં ફાયરિંગ કરવામાં આવે છે.

અટવીની ઘટનાએ લોકોમાં ગુસ્સો ભરી દીધો હતો

અટવીને ગોળી લાગ્યા બાદ લેબનાનમાં ઘણા લોકોએ આવા પ્રકારના ફાયરિંગ પર લગામ લગાવવાની માંગ કરી હતી. લેબનાનમાં આવી જ રીતે ફાયરિંગને પગલે કેટલાય લોકોના મોત થઈ ચૂક્યાં છે. આવી જ ઘટનામાં સ્ટાર ફુટબૉલ ખેલાડીને ગોળી લાગ્યા બાદ લોકોને ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને લોકોએ સરકારને આવા પ્રકારના ગોળીબાર પર રોક લગાવવાની માંગ કરી હતી. હવે અટવીના મોતના સમાચાર મળતાં જ દેશના ખેલ પ્રેમિઓમાં ઉદાસી છવાઈ ગઈ છે.

લેબનાનના ખેલ અને યુવા મામલાના મંત્રી વેટ્રીન ઓહાનિયને ટ્વીટ કરી લખ્યું કે આખો દેશ ફુટબોલ સ્ટાર મોહમ્મદ અટવીના મોતથી સ્તબ્ધ છે. લેબનાને આજે એક નમ્ર, દયાળુ વ્યક્તિ અને સભ્ય ખેલનો ચહેરો ગુમાવી દીધો છે. અટવી લેબનાનની નેશનલ ટીમની સાથે જ વિવિધ લોકલ ટીમો સાથે રમી રહ્યા હતા. આખરે તેમણે એલે સ્પોર્ટિંગ ક્લબની ટીમ નેશનલ બ્રધરહુડ માટે મેચ રમી હતી.

IPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11IPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11

English summary
star football player Mohammed Atwi pass away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X