For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત બાળકનુ નિધન

સ્ટાર ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટયાનો રોનાલ્ડો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ સ્ટાર ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટયાનો રોનાલ્ડો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેના જોડિયા બાળકોમાંથી એકનુ મૃત્યુ થઈ ગયુ છે. વાસ્તવમાં રોનાલ્ડો અને તેની પત્ની જૉર્જિયા રોડ્રિઝ જોડિયા બાળકોના માતા-પિતા બનવાના હતા પરંતુ તેમણે દુઃખ સાથે આ અંગે માહિતી આપી છે કે જોડિયા બાળકોમાંથી દીકરાનુ મૃત્યુ થઈ ગયુ છે.

Christiano Ronaldo

રોનાલ્ડોએ ટ્વિટ કરીને લખ્યુ કે અમારા માટે સૌથી દુઃખની વાત છે કે અમારે આ માહિતી આપવી પડી રહી છે કે અમારા દીકરાનુ નિધન થઈ ગયુ છે, કોઈ મા-બાપ માટે આ સૌથી મોટુ દુઃખ છે. દીકરીનો જન્મ જ અમારા માટે હિંમત અને કોઈ પણ મા-બાપ માટે ખુશીઓનુ કારણ છે. અમે ડૉક્ટર, નર્સ અને હેલ્થ એક્સપર્ટનો આભાર માનવા માંગીએ છીએ. આ ખોટથી અમે ખૂબ જ તૂટી ગયા છીએ અને દુઃખના આ સમયમાં અમે પ્રાઈવસી ઈચ્છીએ છીએ. અમારો દીકરી એંજલ હતો, અમે હંમેશા તેને પ્રેમ કરીશુ.

તમને જણાવી દઈએ કે હાલમાં જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડ ઓલ્ડ ટ્રેફર્ડ પાછા આવ્યા છે, તેમણે પ્રીમિયર લીગની આ સિઝનમાં 15 ગોલ કર્યા હતા. તેમણે પોતાના કરિયરની 60મી હેટ્રિક હાલમાં જ બનાવી હતી જ્યારે યુનાઈટેડે નૉર્વિચ સિટીને હરાવ્યુ હતુ. માનચેસ્ટર યુનાઈટેડની આગલી મેચ લિવરપૂલથી મંગળવારની રાતે થવાની છે.

English summary
Star footballer Christiano Ronaldo lost new born baby boy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X