બીસીસીઆઇના વચગાળાના અધ્યક્ષ પદે ગાવસ્કર
મુંબઇ, 28 માર્ચઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી શ્રીનિવાસનને હટાવીને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનિલ ગાવસ્કરને વચગાળાના અધ્યક્ષ બનાવવા આવે તેમ જણાવ્યું હતું. જેને લઇને બીસીસીઆઇએ આજે સુનિલ ગાવસ્કરને બોર્ડના વચગાળાના અધ્યક્ષ બનાવ્યા છે. ગાવસ્કર આઇપીએલ-7 પૂર્ણ થાય ત્યાં સુધી બોર્ડના વચગાળાના અધ્યક્ષ રહેશે. આ તકે કોર્ટે આઇપીએલ પર રોક લગાવ્યો નથી. આઇપીએલ 7 તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચાલું રહેશે.

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બહાર આવતા બીસીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, ધોનીએ કરેલા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. ધોનીએ કહ્યું હતું કે મૈય્યપને ટીમ સાથે જોડાયેલા એકપણ નિર્ણય લેવાનો અધિકાર નથી. જ્યારે કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે, ધોનીએ મૈય્યપન ટીમના સભ્ય નહીં હોવાનું જણાવી ખોટું નિવેદન કર્યું હતું. બીસીસીઆઇએ કહ્યું કે આ ખોટી વાત છે.












Click it and Unblock the Notifications
