સુશીલ કર્યો એવો ખુલાસો, રમતજગતમાં ખળભળાટ
નવી દિલ્હી, 23 ઓગષ્ટ: ઓલંમ્પિકમાં બે પદક જીતનાર પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પહેલવાન ભારતના સુશીલ કુમારે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. સમાચાર અનુસાર સુશીલ કુમારનું કહેવું છે કે તેમને 2010ની વર્લ્ડ કુસ્તીની ર્સ્પધામાં ફાઇનલ મુકાબલો હારવા માટે લાંચની ઓફર કરવામાં આવી હતી.
એક અંગ્રેજી સમાચારપત્રને આપેલા નિવેદન અનુસાર સુશીલ કુમારે ખુલાસો કર્યો છે કે 2010ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં જ્યારે તે રૂસના અલેન ગોગેવ વિરૂદ્ધ મુકાબલાની તૈયારીમાં જોડાયેલા હતા ત્યારે તેમને બાઉટ હારવા માટે લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો. સમાચાર અનુસાર સુશીલ કુમારે કહ્યું હતું કે 'મારા સાથેના લોકોમાંથી એક મારી પાસે આવ્યો અને મને કહ્યું કે કેટલાક લોકો તેમની પાસે બાઉટ વિશે વાત કરવા માંગતા હતા, અને જ્યારે તેને મને આખો મામલો જણાવ્યો તો મારા હોશ ઉડી ગયા. જે રકમ મને ઓફર કરવામાં આવી હતી તે કરોડોમાં હતી. એક પહેલવાન માટે આ રકમ ઘણી મોટી હતી. આ ઓફરને અમારા એક વિદેશી કોચ સુધી પહોંચાડવામાં આવી હતી.

ચેમ્પિયનશિપ રૂસમાં યોજાઇ રહી હતી અને ફાઇનલમાં મારો વિરોધી પણ રૂસી હતો તેનું કહેવું હતું કે ફાઇનલમાં તેમનો ખેલાડી જીતવો જોઇએ. મેં કહ્યું કે આ ખૂબ હેરાનકારક છે, અમે ખિતાબ ભારત લઇ જવાની અણીએ છે અને મને ફાઇનલમાં હારવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યાર સુશીલ કુમારે આ વાતોને નજરઅંદાજ કરી અને ફાઇનલ પર ધ્યાન કેન્દ્રિત કરતાં રમવા ઉતર્યા અને ગોગેવને 3-1 થી પરાસ્ત કરતાં ઇતિહાસ રચ્યો અને ભારતને પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો.
સુશીલ કુમાર કહે છે કે 'આ બે-ચાર કરોડની વાત ન હતી, વાત હતી આપણી ઇજ્જતની.' સુશીલ કુમારે જણાવ્યું હતું કે તેમને દેશ-વિદેશમાં ઘણી ટૂર્નામેન્ટોમાં ભાગ લીધો છે પરંતુ મોસ્કોમાં યોજાયેલી ટૂર્નામેન્ટમાં મળેલી જીત બાદ જ્યારે હું મેટથી નીચે ઉતર્યો તો જે માહોલ મે ત્યાં જોયો હતો તે ક્યારેય જોયો નથી. બધા ઉભા થઇને તાળીઓ વગાડી રહ્યાં હતા અને આ ગર્વની વાત હતી.












Click it and Unblock the Notifications
