Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sushila Meena : કોણ છે સુશીલા મીણા? જેની બોલિંગ એક્શને સચિન તેંડુલકરને પ્રભાવિત કર્યા, જુઓ વીડિયો

Sushila Meena bowler Rajasthan : છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક નાનકડી છોકરીની ખુબ ચર્ચા થઈ રહી છે.

આ છોકરીના વખાણ ખુબ સચિન તેંડુલકર સહિતના ઘણા મોટા લોકો કરી રહ્યાં છે. સુશીલા મીણા નામની આ છોકરીએ તેની બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યાં છે.

Sushila Meena bowler Rajasthan

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના રામેર તાલાબ ગામની સુશીલા મીના સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. પાંચમા ધોરણની વિદ્યાર્થીની સુશીલા મીના તેની શાનદાર બોલિંગને કારણે લોકોની નજરે ચડી છે.

તેના ડાબા હાથની ફાસ્ટ બોલિંગ સ્ટાઈલથી તે ભારતીય ક્રિકેટર ઝહીર ખાનની યાદ અપાવે છે. ખુદ સચિન તેંડુલકરે પણ સુશીલા મીણાની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર સુશીલા મીણાની બોલિંગનો એક વીડિયો શેર કરીને વખાણ કર્યા હતા. સચિને લખ્યુ હતું કે, સુશીલા મીણાની બોલિંગ તમને ઝહિર ખાનની યાદ અપાવે છે. સચિને વીડિયો શેર કર્યા બાદ લોકો સતત તેના વખાણ કરી રહ્યાં છે.

ભારતીય બોલર ઝહીર ખાન જેવી બોલિંગ કરનાર સુશીલા મીણા રાજસ્થાનના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેણીના માતા-પિતા રતનલાલ મીણા અને શાંતિબાઈ મીણા મજૂરી અને ખેતીકામ કરે છે. ગામમાં લગભગ 250 ઘરો છે અને 1980ના દાયકામાં ગુજરાતમાં કડાણા ડેમ પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત થયેલા પરિવારો અહીં રહે છે.

સુશીલાના પરિવારનું સપનું છે કે તેણી મોટી સફળતા હાંસલ કરે અને દેશને ગૌરવ અપાવે. તેને આશા છે કે વહીવટીતંત્ર તેને ક્રિકેટમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરશે. આર્થિક તંગી હોવા છતાં સુશીલા તેના અભ્યાસ અને ક્રિકેટ બંનેમાં પુરતું ધ્યાન આપી રહી છે.

સચિન સિવાય સુશીલા મીણાએ અભિનંદન આપતાં રાજસ્થાનના બીજેપી નેતા કિરોડી લાલ મીણાએ ફેસબુક પર લખ્યું કે, રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાની એક સરકારી શાળામાં ધોરણ 5માં ભણતી સુશીલાનો એક વીડિયો સોશિયલ મીડિયાના ઘણા માધ્યમો પર વાયરલ થઈ રહ્યો છે અને અદભૂત બોલિંગ કૌશલ્યની દેશના વિશ્વ વિખ્યાત ક્રિકેટર ભારત રત્ન સચિન તેંડુલકરે પણ પ્રશંસા કરી છે.

તેમણે આગળ લખ્યુ કે, હું રાજસ્થાનની પુત્રી સુશીલાને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે ક્રિકેટના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X