For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup : આવુ થયુ તો સેમીફાઈનલ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી જશે ભારત, પાકિસ્તાનને ઘરે જવાનો વારો આવી શકે

ટી20 વર્લ્ડકપ હવે આખરી સ્ટેજમાં છે. ભારત સહિતની ચાર ટીમો સેમિફાઈનલ રમવા જઈ રહી છે. જો કે સેમિફાઈનલ પહેલા સંભાવના સર્જાઈ રહી છે કે પાકિસ્તાન ટીમ સેમિફાઈનલ રમ્યા વગર જ ઘરભેગી થઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપ હવે આખરી સ્ટેજમાં છે. ભારત સહિતની ચાર ટીમો સેમિફાઈનલ રમવા જઈ રહી છે. જો કે સેમિફાઈનલ પહેલા સંભાવના સર્જાઈ રહી છે કે પાકિસ્તાન ટીમ સેમિફાઈનલ રમ્યા વગર જ ઘરભેગી થઈ શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન લગભગ બહાર થઈ ગયુ હતુ પરંતુ અપસેટના કારણે તે સેમિફાઈનલમાં પહોંચ્યુ હતું.

વરસાદ પાકિસ્તાનની મુશ્કેલી વધારશે

વરસાદ પાકિસ્તાનની મુશ્કેલી વધારશે

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપમાં વરસાદે મોટા અપસેટ કર્યા છે. વરસાદને કારણે મોટી ટીમોએ ઘરે જવાનો વારો આવ્યો છે. હવે ફરીથી કંઈક એવા જ સમીકરણો રચાઈ રહ્યા છે. 9 નવેમ્બરે સેમીફાઈનલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ ટકરાવા જઈ રહ્યા છે ત્યારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. જો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ જશે તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન ગ્રૂપમાં બીજા સ્થાને હોવાથી રમ્યા વિના જ ઘરભેગુ થઈ જશે.

ભારત માટે વરસાદ વરદાન સાબિત થશે

ભારત માટે વરસાદ વરદાન સાબિત થશે

અત્યારસુધી વરસાદ વિલન બનતો આવ્યો છે ત્યારે સેમીફાઈનલમાં વરસાદ ભારત માટે વરસાદ સાબિત થઈ શકે છે. ભારત હાલ ગ્રુપમાં પ્રથમ નંબરે હોવાથી જો વરસાદને કારણે મેચ રદ્દ થશે તો ભારત રમ્યા વગર જ ફાઈનલમાં પ્રવેશ કરી લેશે. જો કે વરસાદની સંભાવના ઓછી છે. વરસાદની સંભાવના ખુબ જ ઓછી છે. જો કે ઓસ્ટ્રેલિયામાં ઝડપી મૌસમ બદલાય છે.

રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે

રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે

જો કે સૌથી મોટી વાત એ છે કે આઈસીસીએ ફાઈનલ અને સેમીફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યા છે. આ સંજોગોમાં સતત બે દિવસ વરસાદ થશે તો જ મેચ રદ્દ થશે. આ સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનારી ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. તેથી ભારત અને ન્યુઝીલેન્ડ તે મુજબ ફાઈનલ રમશે. જ્યારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ઘરે જશે.

English summary
T20 World Cup: If this happens, India will reach the final without playing the semi-final
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X