T20 વર્લ્ડકપ: ભારતે પાકિસ્તાનને 8 વિકેટ હરાવ્યું, સેમીફાઇનલની આશા યથાવત

વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને સાતમીવાર પછાડ્યું
સુપર-8માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થતાં ભારતને સેમીફાઇનલમાં પહોંચવા માટે બંને મેચો જીતવી જરૂરી બની ગઇ હતી. એવામાં પાકિસ્તાન સામે જીત હાંસલ કરી ભારતે પુનરાગમન કરી લીધું છે. આ જીત બાદ ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની સાથે સાથે વર્લ્ડકપ માટે દાવેદાર બને એવી આશાઓ ઉજાગર કરી છે.
ભારતની ખરાબ શરૂઆત
પાકિસ્તાનના 128 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ ઓવરમાં ગૌતમ ગંભીર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. રજા હસને પોતાની ઓવરમાં જ કેચ આઉટ કરી દિધો હતો.
સહેવાગ પોતાના રૂપ જોવા ન મળ્યો
કેટલીક મેચ રમ્યા બાદ વીરેન્દ્ર સહેવાગનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સહેવાગે 24 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતાં.
કોહલીની વિરાટ ઇનિંગ
પ્રથમ ઓવરમાં જ ગૌતમ ગંભીર આઉટ થઇ જતા ભારતની મુશ્કેલીઓ વધી ગઇ હતી. પરંતુ ફરી એકવાર કોહલીએ ભારત માટે જોરદાર ઇનિંગ રમી પાકિસ્તાનને પરસેવો પડાવી દિધો હતો. વિરાટ કોહલીએ 61 બોલમાં 8 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 78 (અણનમ) રનની શાનદાર ઇનિંગ રમ્યો હતો. આ શાનદાર પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
યુવરાજ સિંહનું ઓલરાઉન્ડર પ્રદર્શન
સહેવાગના આઉટ થયા બાદ બેટીંગ કરવા માટે ઉતરેલા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આ મેચમાં શાનદાર બોલીંગની સાથે સાથે બેટીંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુવરાજ સિંહે વિરાટ કોહલીને સાથ આપતાં 16 બોલમાં 19 રન બનાવી અણનમ રહ્યો હતો. યુવરાજ સિંહે બે ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય બોલરોની સારી શરૂઆત
ટોસજીતીને પ્રથમ બેટીંગ કરતા પાકિસ્તાની શરૂઆત ઠીક રહી હતી. બીજી ઓવરમાં ઇરફાન પઠાણે ઇમરાન નજીરને એલબીડબ્લ્યૂ કરી આઉટ કરી દિધો હતો. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ 12 બોલ બોલમાં 14 રન બનાવી બેટિંગ ઓર્ડરને ઉપર ઉઠાવ્યો હતો. આફ્રિદી બાલાજીની ઓવરમાં સુરેશ રૈનાને આસાન કેચ આપી પેવેલીયન ભેગો થઇ ગયો હતો. આમ એકંદરે ભારતીય બોલરોએ સારી શરૂઆત કરતાં જીત માટેની પૂર્વ તૈયારી કરી દિધી હતી.
યુવરાજની બોલિંગ
ધોનીએ સાતમી ઓવર યુવરાજને આપી હતી અને યુવરાજ ચોથા બોલે નાસિર જમશેદ વિકેટ ઝડપી પાડી હતી. યુવરાજ સિંહના ચોથા બોલે નાસિરે ધોનીને કેચ આપી આપી દિધો હતો. ત્યારબાદની ઓવરમાં ફરી એકવાર યુવરાજે કામરન અકમલને 5 રને પેવેલિયન ભેગો કરી દિધો હતો.
વિરાટ કર્યો બોલ્ડ
વિરાટ કોહલીએ 10મી ઓવરમાં ઓપનર હફીજને બોલ્ડ કરી પાકિસ્તાનની કમર ભાંગી નાંખી હતી. હફીજે 28 બોલમાં એક ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતાં.
અશ્વિનની ફીરકી
પાકિસ્તાન તરફથી સુંદર રીતે રમી રહેલા શોએબ મલિકને અશ્વિનને રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શોએબ મલિકે 22 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. બીજી એક ઓવરમાં અશ્વિને ઉમરને રૈનાના કેચ આઉટ કરાવ્યો હતો.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
