T20 World Cup : વર્લ્ડકપમાં માત્ર 8 ખેલાડી જ સદી ફટકારી શક્યા છે, માત્ર એક જ ભારતીય ખેલાડી!
ટી20 ક્રિકેટની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. ક્રિકેટની દુનિયામાં તહેવાર સમાન ટી20 વર્લ્ડકપમાં છગ્ગા-ચોકાનો વરસાદ થશે. આ તમામ બાબતો વચ્ચે આજે અમે તમને ટી20 વર્લ્ડકપમાં સદી ફટકારી ચુકેલા ખેલાડીઓની વાત કરવાના છીએ.
નવી દિલ્હી : ટી20 ક્રિકેટની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. ક્રિકેટની દુનિયામાં તહેવાર સમાન ટી20 વર્લ્ડકપમાં છગ્ગા-ચોકાનો વરસાદ થશે. આ તમામ બાબતો વચ્ચે આજે અમે તમને ટી20 વર્લ્ડકપમાં સદી ફટકારી ચુકેલા ખેલાડીઓની વાત કરવાના છીએ. અત્યારસુધી ટી20 વર્લ્ડકપમાં માત્ર 8 ખેલાડીઓ જ સદી ફટકારી ચુક્યા છે. જો તે આ 8 ખેલાડીઓમાં માત્ર એક જ ભારતીય ખેલાડી છે.

મહેલા જયવર્દને
ICC T20 વર્લ્ડ કપ 2010માં શ્રીલંકાના મહેલા જયવર્દનેએ ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી. જયવર્દનેએ 3 મેના રોજ 64 બોલમાં 100 રન બનાવ્યા હતા.

બ્રેન્ડન મેક્કુલમ
ન્યુઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ તેની ધુઆધાર બેટિંગ માટે જાણીતો છે. T20 વર્લ્ડ કપનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર તેના નામે નોંધાયેલો છે. તેણે વર્ષ 2012માં બાંગ્લાદેશ સામે 123 રન બનાવ્યા હતા.

તમિમ ઈકબાલ
બાંગ્લાદેશ એકવાર પણ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યું નથી. પરંતુ બાંગ્લાદેશના તમિમ ઈકબાલે વર્ષ 2016માં ઓમાન સામે 103 રન બનાવ્યા હતા.

અહેમદ શહેઝાદ
પાકિસ્તાને વર્ષ 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાનના અહેમદ શહેઝાદે 2014 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ અહેમદ શહજાદે 111 રન બનાવ્યા હતા.

જોસ બટલર
વર્ષ 2021 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડના સ્ટાર વિકેટકીપર જોસ બટલરે વર્ષ 2021માં શ્રીલંકા સામે 101 રન બનાવ્યા હતા.

એલેક્સ હેલ્સ
ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સે 2014 T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે તોફાની સદી ફટકારી હતી. તેણે 64 બોલમાં 116 રન બનાવ્યા હતા.

સુરેશ રૈના
T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સુરેશ રૈના એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેણે વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા સામે 101 રનની ઇનિંગ રમી હતી.

ક્રિસ ગેલ
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ સદી વેસ્ટ ઈન્ડિઝના ધુઆધાર બેટ્સમેન ક્રિસ ગેલે ફટકારી હતી. તેણે 11 સપ્ટેમ્બર 2007ના રોજ યજમાન દક્ષિણ આફ્રિકા 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 117 રન બનાવ્યા હતા. ટી20 વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર ગેલ એકમાત્ર બેટ્સમેન છે. વર્ષ 2016માં તેણે ઈંગ્લેન્ડ સામે તોફાની બેટિંગ કરતા 48 બોલમાં 5 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
