ટીમ ઇન્ડિયા નહોતી રમવા માગતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ

નવી દિલ્હી, 3 જૂલાઇઃ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 20 ઓવરની મેચ રમવા માગતી નહોતી. નોંધનીય છે કે, સતત થઇ રહેલા વરસાદના કારણે ફાઇનલ મેચમાં ઓવર કાપીને 20-20 ઓવર કરી દેવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની આપત્તિ વ્યક્તિ કરી હતી, પરંતુ આઇસીસીની ટેક્નિકલ કમિટિએ ટીમ ઇન્ડિયાને રમવા માટે મજબૂર કરી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની મેનેજમેન્ટ ટીમે આ મામલે આઇસીસીમાં પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ ભારતીય ટીમને આઇસીસીનો નિર્ણય માનવો પડ્યો હતો. બીસીસીઆઇના સુત્રોએ જણાવ્યું હતું કે, આવું દરેક આઇસીસી ટૂર્નામેન્ટમાં થાય છે, તેવામાં એક મેચ માટે નિયમ બદલવામાં આવતા નથી.

સતત થઇ રહેલા વરસાદની વચ્ચે આઇસીસીએ જ્યારે 20-20 ઓવરની મેચનો પ્રસ્તાવ મુક્યો તો ટીમે તેને ખારીજ કરી નાંખ્યો. ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ કન્ડિશનનો હવાલો આપતા કહ્યું કે આવી સ્થિતિમાં મેચ સંભવ નથી. પછી આઇસીસીએ કહ્યું કે તેવામાં ટ્રોફીને બન્ને ટીમો વચ્ચે શેર કરવી પડશે, પરંતુ બાદમાં આઇસીસીની ટેક્નિકલ કમિટિએ નિર્ણય કર્યો કે 20 ઓવરના નિર્ણય પર જ આગળ વધવામાં આવે.

team-india
આઇસીસીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયા સહમત નહોતી. ટીમનો તર્ક હતો કે હાલ તેમની તૈયારી 50 ઓવરના ફોર્મેટમાં છે. અચાનક ટી-20 મોડમાં આવવું સંભવ નથી, પરંતુ આઇસીસીએ ખરાબ મોસમને લઇને નિયમોનો હવાલો આપ્યો. ભલે આ નિર્ણય ટીમ ઇન્ડિયાના પક્ષમાં આવ્યો, પરંતુ ટીમ મેનેજમેન્ટ 20 ઓવર માટે તૈયાર નહોતી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X