For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનની વ્યૂહરચનાને કારણે જીત્યા હતા વર્લ્ડ કપ 2011, સેહવાગે કર્યો ખુલાસો

સચિને આપેલી આ એક સલાહને કારણે ભારત જીત્યું વર્લ્ડ કપ 2011

|
Google Oneindia Gujarati News

પૂર્વ ભારતીય ઓનર અને ટીવી ક્રિકેટ એક્સપર્ટ વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપ 2011ની જીતનો શ્રેય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આપ્યો. ટીવી શૉ 'ક્રિકેટ કી બાત'માં સેહવાગે કેટલાક ખુલાસા કર્યા. જેમાં તેમણે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં વ્યૂહાત્મક બદલાવ કરવા પાળછનું કારણ પણ જણાવ્યું. જણાવી દઈએ કે સારા ફોર્મમાં હોવા છતાં યુવરાજને આગળ બેટિંગ કરવા નહોતો ઉતાર્યો અને જેને પગલે ધોની-યૂવી વચ્ચે મતભેદ હોવાની પણ ચર્ચા થવા લાગી હતી.

dhoni

સેહવાગે ખુલાસો કરતા કહ્યું કે સચિન તેંડુલકરે કૂલ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ ઓર્ડર ચેન્જ કરવાની સલાહ આપી હતી. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીને અપર ઓર્ડરમાં બેટિંગ કરવા જવા માટે કહ્યું હતું. જો કે સચિનના આ વ્યૂહાત્મક બદલાવને કારણે ભારતીય ટીમે વર્લ્ડ કપ 2019 પર કબજો જમાવી લીદો હતો. આ ગેમ શ્રીલંકાના પક્ષમાં હતી પણ ધોની અને ગંભીરની 109 રનની પાર્ટનરશીપે આખી ગેમ બદલી નાખી અને ભારત બીજો વર્લ્ડકપ જીતવામાં સફળ થયું.

સેહવાગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સચિન તેંડુલકરે ધોનીને કહ્યું હતું કે જો જમોડી આઉટ થાય તો બીજો જમોડી જ બેટિંગ માટે ઉતરે અને જો ડાબોડી આઉટ થાય તો ડાબોડી જ ઉતરે. અને વિરાટ કોહલી આઉટ થતાં તેની જગ્યાએ મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ માટે ઉતર્યો, આ કારણે જ સારા ફોર્મમાં હોવા છતાં યુવરાજ સિંહ ચોથા નંબરે નહોતો રમ્યો.

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અડીખમ 91 રન ફટકાર્યા હતા અને તેમના ક્રિઝ પાર્ટનર ગંભીરે 97 રન ફટકાર્યા હતા. નુવાન કુલસેકરાની ઓવરમાં ધોનીએ ફટકારેલી શાનદાર સિક્સર તો બધાને યાદ જ હશે. આની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની મેન ઓફ ધી મેચ બન્યા હતા. શ્રીલંકાના બોલિંગ અટેક મુજબ સચિને વ્યૂહાત્મક બદલાવ કરીને વર્લ્ડકપ સફળ રીતે જીતાવી દીધો.

આ પણ વાંચો- અમદાવાદમાં બુરાડી કાંડ જેવો જ કિસ્સો, એક જ પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા

English summary
virendra sehwag revealed actual reason behind the big tactical change in the batting order during the final match against Sri Lanka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X