For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં બુરાડી કાંડ જેવો જ કિસ્સો, એક જ પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા

અમદાવાદમાં બુરાડી કાંડ જેવો જ કિસ્સો, એક જ પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દિલ્હીનો બુરાડી કાંડ તો બધાને યાદ જ હશે જ્યાં અંધશ્રદ્ધામાં એક જ પરિવારના 11 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક બિઝનેસમેને પોતાની દીકરી અને પત્નીની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ કૃણાલ ત્રિવેદી તરીકે થઈ છે. પોલીસ મુજબ કાળા જાદુના ચક્કરમાં વેપારીએ આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં ઘટના પાછળ તંત્ર-મંત્ર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

પત્ની અને દીકરીએ ઝેર ગટગટાવ્યું

પત્ની અને દીકરીએ ઝેર ગટગટાવ્યું

કૃણાલ ત્રિવેદી પોતાના પરિવાર સાથે નરોડાના અવની સ્કાઈમાં ભાડાને ફ્લેટમાં રહેતા હતા, વ્યાપારીની પત્ની કવિતા અને દીકરી શ્રીને ઝેરીલી દવા પીવળાવી હત્યા કરી હતી બાદમાં કૃણાલે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે કૃણાલના મા બેહોશ અવસ્થામાં મળી આવ્યાં. કૃણાલના માએ પણ ઝેરી દવા પીધી હતી પણ તેમના પર ઓછી અસર થવાથી તેઓ બચી ગયાં. હોસ્પિટલે હાલ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

પાડોશીઓએ પોલીસને જાણ કરી

પાડોશીઓએ પોલીસને જાણ કરી

પાડોશીઓ મુજબ છેલ્લા 24 કલાકથી એમનું ઘર બંધ હતું અને ઘરમાં કોઈ ફોન પણ નહોતું ઉઠાવી રહ્યું. જેને પગલે આસપાસ રહેતા લોકોને શક થતાં પોલીસને સૂચના આપી હતી. ઘરની અંદર કૃણાલની લાશ પંખામાં લટકતી હાલતમાં મળી આવી હતી જ્યારે પત્ની જમીન પર પડી હતી અને દીકરીની લાશ બિસ્તર પર પડી હતી.

સૂસાઈડ નોટમાં લખી આ વાત

સૂસાઈડ નોટમાં લખી આ વાત

તપાસ દરમિયાન પોલીસને એમના રૂમમાંથી એક સૂસાઈડ નોટ મળી આવી. જેમાં કૃણાલે લખ્યું છે કે મમ્મી તમે મને ક્યારેય સમજી જ ન શક્યાં, મેં કેટલીય વાર તમને આ કાળી શક્તિ વિશે જણાવ્યું હતું પણ તમે ક્યારેય માન્યાં જ નહીં અને દારૂને તેનું કારણ બતાવ્યું. કૃણાલે લખ્યું કે, તે ક્યારેય આત્મહત્યા કરવા નહોતો માંગતો, પરંતુ કાળી શક્તિઓને કારણે આત્મહત્યા કરી રહ્યો છે.

હવે નહિ મળે આ દવા, 327 મેડિસિન પર સરકારે લગાવ્યો પ્રતિબંધ હવે નહિ મળે આ દવા, 327 મેડિસિન પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

English summary
Ahmedabad businessman wipes out family, kills himself
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X