સચિનની હાજરીથી કોહલીને ફાયદો

બેંગ્લોર, 1 સપ્ટેમ્બરઃ ખરાબ ફોર્મના કારણે જ્યાં ક્રિકેટ જગતના કેટલાક દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યાં છે, તો બીજી તરફ ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સનું માનવું છે કે વિરાટ કોહલી સહિત અનેક યુવા ખેલાડીના ખેલને નિખારવા માટે તેંડુલકરને એક વર્ષ સુધી વધું રમવું જોઇએ.

કેર્ન્સે કહ્યું કે, તેંડુલકરને વધું એક વર્ષ રમવું જોઇએ. મને નથી ખબર પરંતુ કોહલીને તેમની હાજરીમાં વધુ એક વર્ષના અનુભવની જરૂર છે. કોહલી શાનદાર ખેલાડી છે અને ટીમનો આગામી સુકાની બનવાનો છે.

યુવા ખેલાડીઓ માટે તેંડુલકરનું ટીમમાં હોવું જરૂરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ભારતીય ટીમમાં તેંડુલકરના ખેલાડી મહત્વના છે, કારણ કે ટીમમાં વધુ અનુભવી ખેલાડી નથી. ખાસ કરીને રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ બાદ. ન્યુઝીલેન્ડના આ પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, તેંડુલકર જ્યારે નિવૃત્તિ લેશે તો તે ચેતેશ્વર પૂજારા અને કોહલી સહિતના યુવા ખેલાડીઓ માટે દુઃખદ હશે, કારણ કે તેમણે અનેક અનુભવની ખોટ સાલશે.

sachin-tendulkar
કેર્ન્સે કહ્યું કે, જો તે તેમના સ્થાપિત માનકોથી ઓછું પ્રદર્શન કરી રહ્યાં છે તો તે પણ કોઇને કોઇ રીતે સારું છે. તેંડુલકરને સન્માન અને પોતાની લાંબી કારકિર્દી દરમિયાન યોગદાનનું કારણ ટીમમાં હોવું જોઇએ. પછી ભલે તે વધું રન ના બનાવી રહ્યાં હોય.

કેર્ન્સે કહ્યું કે આઇપીએલથી ભારતીય ખેલાડીઓને ઘણો ફાયદો થયો છે. આઇપીએલ ભલે કેટલીક ટીકાઓ થઇ હોય, પરંતુ તેનાથી ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, ટ્રેનર અને કોચોની સાથે વાત કરવાની તક મળી રહી છે. જેનાથી તેમને તેમની ક્રિકેટમાં સુધારો કરવાની તક મળી રહી છે. તે ઝડપથી અને વ્યવહારિક રીતે શીખી રહ્યાં છે, જે ખેલ માટે સારું છે.

કેર્ન્સે કહ્યું કે, જો ભારતના વિદેશોમાં સફળ થવું છે, તો તેમણે તેમની ઝડપી બોલિંગમાં સુધારો કરવો પડશે. તેમણે કહ્યું કે, ભારતને જ્યાં સુધી સારી ઝડપી બોલિંગ જોડી નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ કરવો પડશે. મને લાગે છે કે, ભારતીય ક્રિકેટને તેની ઘણી જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X