વર્લ્ડ કપ ફાઈનલની હારે સટ્ટાખોરોને કંગાળ કર્યા, ધોવાયા અધધ આટલા રૂપિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની હારે દેશના તમામ ક્રિકેટ પ્રેમીઓ સાથે સાથે સટ્ટા બજારને પણ ખારા આંસુએ રડાવ્યુ છે.
અહેવાલો અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પહેલા ભારત જીતની પ્રબળ દાવેદાર મનાતી હતી. આ જ કારણ છે કે તમામ લોકોએ ભારત પર મોટા દાવ ખેલ્યા હતા.

સમાચારો પર વિશ્વાસ કરીએ તો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં લગભગ 70 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો હતો. આમાંથી મોટાભાગના રૂપિયા ભારતની જીત પર લાગ્યા હતા.
વર્લ્ડ કપની ફાઇનલમાં હજારો કરોડ રૂપિયાની સટ્ટો લગાવ્યા બાદ ભારતની હારને કારણે આ રૂપિયા ધોવાયા છે. એક અહેવાલ અનુસાર, સામાન્ય મેચ માટે લગભગ 200 કરોડ રૂપિયા આસપાસનો સટ્ટો લાગે છે.
અહેવાલો અનુસાર, દરેક મોટી મેચમાં 200 કરોડ રૂપિયાથી વધુનો સટ્ટો લગાવવામાં આવે છે, આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે સટ્ટાબાજીનું બજાર કેટલું મોટું છે.
સટ્ટાબજાર ચલાવનારાઓમાં અંડરવર્લ્ડ અને માફિયાના મોટા લોકો સામેલ છે. ઘણા બુકીઓ મળીને આ સમગ્ર રેકેટ ચલાવે છે. સટ્ટાબજારમાં મોટી ઉલટફેર કરોડો રૂપિયાની ઉલટફેર કરી દે છે. આ જ કારણ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઘણા રૂપિયા ધોવાયાય છે.












Click it and Unblock the Notifications
