એકદમ રોમેન્ટિક છે ભારતના એક સમયના સિક્સર કિંગ ખેલાડીની લવ સ્ટોરી, એક જ પત્ની સાથે બે વખત લગ્ન કર્યા!
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રોબિન ઉથપ્પાએ હાલમાં જ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઉથપ્પા 2015થી ભારતીય ટીમનો ભાગ બની શક્યો ન હતો, ત્યારબાદ તેણે આ નિર્ણય લીધો હતો છે.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રોબિન ઉથપ્પાએ હાલમાં જ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઉથપ્પા 2015થી ભારતીય ટીમનો ભાગ બની શક્યો ન હતો, ત્યારબાદ તેણે આ નિર્ણય લીધો હતો છે. રોબિન ઉથપ્પાના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે.

રોમાંચક છે રોબિન ઉથપ્પાની લવ સ્ટોરી
36 વર્ષીય રોબિન ઉથપ્પાએ 3 માર્ચ 2016ના રોજ શીતલ ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ રોબિન ઉથપ્પાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

શીતલ ગૌતમ તેની સાથે કોલેજમાં હતી
શીતલ ગૌતમ અને રોબિન બેંગ્લોરની એક જ કોલેજમાં ભણતા હતા. શીતલ આ કોલેજમાં રોબિન ઉથપ્પાની સિનિયર હતી. બંને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. એક ઈન્ટરવ્યુમાં શીતલે જણાવ્યું કે ઉથપ્પાએ તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું.

બન્ને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે
ઉથપ્પાની પત્ની શીતલ ગૌતમ પણ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. શીતલ ભૂતકાળમાં ટેનિસ ખેલાડી રહી ચૂકી છે. તેણે 9 વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. શીતલનો ભાઈ અર્જુન ગૌતમ પણ ટેનિસ ખેલાડી રહી ચૂક્યો છે.

બે વખત લગ્ન કરવા પડ્યા
શીતલ ગૌતમ હિંદુ છે, જ્યારે ઉથપ્પા ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે. આ સ્થિતિમાં બંનેએ પહેલા 3 માર્ચ 2016ના રોજ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા અને એક અઠવાડિયા પછી 11 માર્ચ 2016ના રોજ બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

રોબિને તાજેતરમાં જ ક્રિકેટને અલવિદા કહ્યું છે
રોબિન ઉથપ્પા અને શીતલ ગૌતમ ઓક્ટોબર 2017માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. તાજેતરમાં જ જુલાઈ મહિનામાં શીતલ ગૌતમે એક બાળકીને જન્મ આપ્યો છે. તેઓએ તેમની પુત્રીનું નામ ટ્રિનિટી થિયા ઉથપ્પા રાખ્યું છે.












Click it and Unblock the Notifications
