For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનાર વંદના કટારિયાને ઉત્તરાખંડ સરકારે મોટી જવાબદારી સોંપી!

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટીમ ઇન્ડિયાની હોકી ખેલાડી વંદના કટારિયાને રાજ્યના મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનાર મહિલા હોકી ટીમની ખેલાડી વંદના કટારિયાને મોટી જવાબદારી મળી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટીમ ઇન્ડિયાની હોકી ખેલાડી વંદના કટારિયાને રાજ્યના મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. રવિવારે તિલુ રાઉતેલી એવોર્ડ અને આંગણવાડી કાર્યકર એવોર્ડ મેળવનારાઓને સન્માનિત કરવા માટે આયોજિત કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે.

Vandana Kataria

સીએમ ધામીએ જણાવ્યું હતું કે આ પુરસ્કારો માટે ઇનામની રકમ આગામી વર્ષથી 31 હજારથી વધારીને 51 હજાર રૂપિયા કરવામાં આવશે. ઉત્તરાખંડના રમત મંત્રી અરવિંદ પાંડેએ હરિદ્વાર જિલ્લાના રોશનબાદ ગામમાં હોકી ખેલાડી વંદના કટારિયા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી. તેમણે વંદનાના પરિવારનું પુત્રીની સિદ્ધિના સન્માનમાં સન્માન કર્યું અને કહ્યું હતું કે, "વંદના આજના યુવાનો માટે રોલ મોડેલ છે અને દરેક વ્યક્તિએ તેની પાસેથી શીખવું જોઈએ. તેમના દ્વારા પ્રેરિત ખેલાડીઓ ટૂંક સમયમાં સમગ્ર ઉત્તરાખંડમાંથી આવશે.

અરવિંદ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ સરકારે એક સ્પોર્ટ્સ પોલિસી ઘડી છે, જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનાર ખેલાડીઓ માટે સરકારી નોકરીઓ નક્કી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે પૂલ-એ મહિલા હોકી મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું હતું. આ મેચમાં વંદના કટારિયાએ ત્રણ ગોલ ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વંદના ઓલિમ્પિકમાં હેટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની. વંદનાએ 4, 17 અને 49 મી મિનિટમાં ત્રણ ગોલ કરીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

English summary
The Uttarakhand government has given a big responsibility to Vandana Kataria, who made history in the Olympics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X