For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમનવેલ્થ ગેમ્સમાં આજે મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સના આજના પરથ દિવસે ભારતીય ખેલાડીઓ પતાનો દમખમ દેખાડશે. આજના પ્રથમ દિવસે ભારતની મહિલા ક્રિકિટ ટીમ , બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને સ્વિમિંગમાં ભાગ લેશે.

CPMANWELTH

ભારતીય ખેલાડીઓ ઘણી રમતોમાં પોતાનું નસીબ અજમાવશે. જો મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે તો ભારત બેડમિન્ટન, ટેબલ ટેનિસમાં પણ પોતાની તાકાત બતાવશે. આ ગેમ્સમાં ભારતના કુલ 215 ખેલાડીઓ 19 રમતોની 141 ઈવેન્ટમાં ભાગ લેશે.

1998 પછી ક્રિકેટ ફરી એકવાર આ રમતોમાં પરત આવી છે, જોકે આ વખતે આ રમતોમાં મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને આજે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 3.30 વાગ્યે રમાશે. તમામની નજર આ મેચ પર રહેશે.

સ્વિમિંગમાં પણ પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવશે. આ રમતોમાં સ્વિમિંગમાં ભારતનો રેકોર્ડ ઘણો નબળો રહ્યો છે. આ વખતે ભારતે ચાર સભ્યોની ટીમને મેદાનમાં ઉતારી છે. આશા રાખવામાં આવશે કે, ભારત આ વખતે સ્વિમિંગમાં મેડલ જીતવામાં સફળ રહેશે.

400 મીટર ફ્રી સ્ટાઇલ કુશાગ્ર રાવત,100 મીટર બેકસ્ટ્રોક શ્રીહરિ નટરાજ,100 મીટર બેકસ્ટ્રોક S9 આશિષ કુમાર અને 50 મીટર બટરફ્લાય સાજન પ્રકાશ

English summary
The women's cricket team will take on Australia at the Commonwealth Games today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X