Most Test runs 2023 : ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષે આ ખેલાડીઓનું બેટ ખુબ ચાલ્યુ, વિલિયમ્સનના નામે અનોખો રેકોર્ડ
2023 નું વર્ષ વિશ્વ ક્રિકેટમાં ઘણી મોટી ઘટનાઓનું સાક્ષી બન્યુ. આ વર્ષે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ યોજાઈ. આપણે આ ઘટનાઓ વચ્ચે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ વિશે વાત કરવાના છીએ.
દરેક ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં એકવાર પોતાના દેશ માટે રમવા માંગે છે. આ વર્ષે ભારત સહિત ઘણા દેશો માટે નવા ખેલાડીઓએ ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ. બેટ્સમેનોએ પોતાની બેટિંગથી વિરોધી બોલરોને પરેશાન કર્યા અને બેટ્સમેનોએ ઘણા રન પણ બનાવ્યા.

વર્ષ 2023માં ટેસ્ટ ક્રિકેટમાં રન મામલે ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો. ટોપ પાંચમાંથી ચાર નામ માત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના છે. આ સ્થિતિમાં એવું કહી શકાય કે કાંગારૂઓએ આ ફોર્મેટનો ઘણો આનંદ લીધો છે. વિરાટ કોહલીએ ભારતીય ટીમમાં ટોપ 10માં જગ્યા બનાવી લીધી છે.
ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. સદીની વાત કરીએ તો ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સને લીડ મેળવી છે. આ કિવી બેટ્સમેને આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારી. પાકિસ્તાનનો કોઈ ખેલાડી ટોપ ટેનમાં સામેલ નથી.
2023 માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ટોપ 10 બેટ્સમેન
ખેલાડી - ટેસ્ટ - રન - સદી
ઉસ્માન ખ્વાજા - 13 - 1210 - 3
સ્ટીવ સ્મિથ - 13 - 929- 3
ટ્રેવિસ હેડ - 12 - 919- 1
લેબુશેન - 13 - 803 - 1
જો રૂટ - 8 - 787 - 2
હેરી બ્રુક - 8 - 701 - 1
વિલિયમ્સન - 7 - 695 - 4
વિરાટ કોહલી - 8 - 671 - 2
બેન ડ્યુકેટ - 8 - 654 - 1
દિમુથ કરુણારત્ને - 6 - 608 - 2












Click it and Unblock the Notifications
