For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022માં કરોડોમાં વેચાયેલા આ ખેલાડીઓને આ વખતે ટીમે છુટ્ટા કરી દીધા, એક ખેલાડી તો 12 કરોડમાં વેચાયો હતો.

આઈપીએલ 2023ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમો તેના ખેલાડીઓને રિલિઝ અને રિટેન કરી રહી છે. આ સ્થિતીમાં આજે આપણે કેટલાક એવા ખેલાડીઓની વાત કરવાના છીએ જે ગઈ આઈપીએલમાં મોંઘી કિંમતે વેચાયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2023ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમો તેના ખેલાડીઓને રિલિઝ અને રિટેન કરી રહી છે. આ સ્થિતીમાં આજે આપણે કેટલાક એવા ખેલાડીઓની વાત કરવાના છીએ જે ગઈ આઈપીએલમાં મોંઘી કિંમતે વેચાયા હતા. આ એવા ખેલાડીઓ છે જે કિંમત પ્રમાણે દમ બતાવી શક્યા નહીં અને હવે ટીમે તેને છુટા કર્યા છે.

કેન વિલિયમસન

કેન વિલિયમસન

કેન વિલિયમસન તેની ધુઆધાર બેટિંગ માટે જાણીતો છે. એટલે જ સનરાઈઝર્સ હૈદરાબાદે તેને મોંઘી કિંમતે ટીમમાં લીધો હતો. જો કે તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન ન કરી શકતા હવે ટીમે તેને છુટ્ટો કર્યો છે. તે ગઈ આઈપીએલમાં માત્ર 216 રન જ બનાવી શક્યો હતો.

ડ્વેન બ્રાવો

ડ્વેન બ્રાવો

આ લિસ્ટમાં ચૌકાવનારૂ નામ ડ્વેન બ્રાવોનું પણ છે. સામાન્ય રીતે બેટ અને બોલ બન્નેથી આગ વરસાવનાર બ્રાવો પણ ગઈ આઈપીએલમાં નિષ્ફળ રહ્યો હતો. પોતાના દમ પર મેચ જીતાડનાર બ્રાવોને હવે ચેન્નાઈ સુપર કિંગ્સે રિટેન નથી કર્યો. બ્રાવોને ગઈ સિઝનમાં 4.4 કરોડમાં ખરીદાયો હતો.

મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલ

ગઈ આઈપીએલમાં એક ખેલાડીએ સૌને ચૌકાવ્યા હતા અને એ ખેલાડી એટલે મયંક અગ્રવાલ, મયંક અગ્રવાલને પંજાબે 12 કરોડ રૂપિયા ચુકવીને રિટેન કર્યો હતો. જો કે મયંક આ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહીં અને તેને માત્ર 196 રન જ બનાવ્યા હતા, હવે ટીમે તેને છુટ્ટો કરી દીધો છે.

જેસન હોલ્ડર

જેસન હોલ્ડર

જેસન હોલ્ડરની ગણતરી એક સારા ઓલરાઉન્ડમાં થાય છે. જો કે તે પણ ગઈ આઈપીએલમાં નિષ્ફળ રહ્યો હતો. 8.75 રૂપિયામાં તેને લખનૌ સુપર જાયન્ટ્સે ટીમમાં લીધો હતો પરંતુ તેને પુરી સિઝનમાં માત્ર 58 રન અને 14 વિકેટ જ લીધી હતી.

ઓડિયન સ્મિથ

ઓડિયન સ્મિથ

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓડિયન સ્મિથને પંજાબે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે સારું પ્રદર્શન કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. તેને 6 મેચમાં માત્ર 6 વિકેટ જ લીધી હતી.

English summary
This time the team released these players who were sold for crores in IPL 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X