ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સની લાઇફમાં આવી નવી મહિલા
નવી દિલ્હી, 20 માર્ચ: અમેરિકાના પૂર્વ નંબર એક ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સ હવે એક નવી લવ ગેમ રમવાની તૈયારીમાં છે. વુડ્સની નવી પ્રેમિકાએ આ અંગેનો ખુલાસો તેના ટ્વિટર એકાન્ટ પર કર્યો છે.

37 વર્ષના ટાઇગર વુડ્સ 28 વર્ષની અમેરિકન સ્કી ખેલાડી લિંડસે વોનને ડેટ કરી રહ્યા છે. લિંડસેએ આ વાતનો ખુલાસો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કરી દીધો છે. જેના દ્વારા વુડ્સ એકવાર ફરી નવી લવ ગેમ રમવા જઇ હોય તેવું છતું થયું છે.
લિંડસેનો દાવો છે કે બંને આ નવા સંબંધથી ઘણા ખુશ છે. લિંડસેએ પોતાની અને ટાઇગર વુડ્સની તસવીરો પણ ફેસબુક પર અપલોડ કરી છે, લિંડસેએ પણ હાલમાં જ પોતાના પતિને છૂટાછેડા આપ્યા છે.
2009માં વુડ્સના ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાની જાણ થતા, તેની પત્ની એલિન નોરદેગ્રેને તેને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ વુડ્સ નવી યુવતીના પ્રેમમાં પડ્યા હોવાના સમાચાર આવ્યા છે.












Click it and Unblock the Notifications
