For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: કાલે છે ભારતની બે સ્પર્ધા, જાણો કેટલા વાગે જોઈ શકશો મેચ?

ભારત કાલે એટલે કે 23 જુલાઈએ પોતાના ચાર ખેલાડીઓને મેદાનમાં ઉતારશે. આ મેચ કેટલા વાગે શરૂ થશે, આવો જાણીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટોકિયોમાં તિરંગો લહેરાવવો હોય તો ગોલ્ડ પર નિશાન લગાવવાનુ છે. આ સંદેશ છે ભારતના ખેલાડીઓને જે પોતાના દમ દેખાડવાની શરૂઆત 23 જુલાઈથી કરશે. ટોકિયો ઓલિમ્પિક આ વખતે ઘણી રીતે ખાસ બનવા જઈ રહી છે. ભારતે 228 સભ્યોની ટીમને મોકલી છે જેમાં 119 ખેલાડી છે. રિયો ઓલિમ્પિક 2016માં ભારતની ઝોળીમાં માત્ર 2 જ મેડલ આવ્યા હતા પરંતુ આ વખતે સંખ્યા વધવાની આશા છે. ભારત કાલે એટલે કે 23 જુલાઈએ પોતાના ચાર ખેલાડીઓને મેદાનમાં ઉતારશે. આ મેચ કેટલા વાગે શરૂ થશે, આવો જાણીએ.

deepikakumari

શરૂઆત તિરંદાજીથી થશે. દીપિકા કુમારી પોતાની સ્પર્ધા સાથે અભિયાનની શરૂઆત કરશે. દીપિકા મહિલા વ્યક્તિગત રેંકિંગ રાઉન્ડમાં ભાગ લેશે. મુકાબલો સવારે 5.30 વાગ્યાથી શરૂ થશે. ત્યારબાદ તિરંદાજીનો બીજો મુકાબલો પુરુષોના વ્યક્તિ રેંકિંગ રાઉન્ડનો હશે જે સવારે 9.30 વાગે શરૂ થશે. આમાં અતનુ દાસ, પ્રવીણ જાધવ અને તરુણદીપ પોતાનુ નસીબ અજમાવશે.

દીપિકા તીરંદાજીમાં ત્રીજી વાર દેશનુ પ્રતિનિધિત્વ કરશે. દીપિકાએ 12 વર્ષની ઉંમરમાં આ રમત સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વકપ પ્રતિયોગીતાઓમાં 9 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને સાત બ્રૉન્ઝ મેડલ જીતનારી દીપિકાથી બધા ભારતીયોને આશા છે કે તે સારુ પ્રદર્શન કરીને ભારત માટે મેડલ લાવશે. બીજી તરફ અતનુ દાસ, પ્રવીણ જાધવ અને તરુણદીપ યોગ્ય નિશાન લગાવી શકશે કે નહિ એ પણ જોવાલાયક રહેશે.

English summary
Tokyo 2020: Archer Deepikakumari and Atnudas will play her match tomorrow, Know the time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X