For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympic 2020: પુરુષ હૉકી ટીમ સેમીફાઈનલમાં બેલ્જિયમ સામે 5-2થી હારી

પુરુષોની હૉકી સેમીફાઈનલમાં આજે ભારતનો મોટો મુકાબલો બેલ્જિયમ સાથે થયો. જેમાં ભારતીય ટીમ બેલ્જિયમ સામે ભારતીય ટીમ 5-2થી હારી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ પુરુષોની હૉકી સેમીફાઈનલમાં આજે ભારતનો મોટો મુકાબલો બેલ્જિયમ સાથે થયો. જેમાં ભારતીય ટીમ બેલ્જિયમ સામે ભારતીય ટીમ 5-2થી હારી ગઈ છે. લગભગ ચાર દશક પછી ભારત ઓલિમ્પિકના સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ થયુ હતુ. દેશને ખૂબ આશા હતી કે તે ફાઈનલમાં જગ્યા બનાવી લેશે પરંતુ બેલ્જિયમ સામે મેચમાં ભારતની ટીમ દબાણ ન સહન કરી શકી અને સતત ભૂલોના કારણે બેલ્જિયમને એક ડઝનથી વધુ પેનલ્ટી કૉર્નર મળ્યા કે જે ભારત માટે ભારે સાબિત થયા.

hockey

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 49 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમીફાઈનલમાં પહોંચી હોવાથી સમગ્ર દેશની નજર આજની મેચ પર હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારત-બેલ્જિયમ વચ્ચે મુકાબલો જોઈ રહ્યા હતા. પીએમ મોદીએ ભારતીય ટીમને શુભકામનાઓ આપીને કહ્યુ હતુ કે ટીમના સ્કીલ પર ગર્વ છે.

ભારત-બેલ્જિયન સામે સેમીફાઈનલ મુકાબલાની ત્રીજી મિનિટમાં બેલ્જિયમે પેનલ્ટી કૉર્નર કરી ગોલ કરી દીધો અને 1-0થી આગળ થઈ ગયા. પરંતુ હરમનપ્રીત સિહે ભારતને બરાબરી કરાવીને સ્કોર 1-1 કરી દીધો હતો. ત્યારબાદ મંદીપે રિવર્સ સ્ટિકથી પહેલા ક્વાર્ટર માટે બીજો ગોલ કર્યો અને ટીમને 2-1થી આગળ કરી દીધુ. પહેલા ક્વાર્ટરમાં ભારત આગળ રહ્યુ.

બીજા રાઉન્ડમાં બેલ્જિયમને બીજો એક પેનલ્ટી કૉર્નર મળ્યો અને તેણે વધુ એક ગોલ કરી સ્કોર 2-2થી બરાબર કરી લીધો. પાંચ પેનલ્ટી કૉર્નરમાંથી ત્રણ ભારત બચાવવામાં સફળ રહ્યુ. ત્યારબાદ ચોથા હાફમાં બેલ્જિયમે ત્રીજો ગોલ કરીને 3-2થી આગળ વધી ગયુ. ત્યારબાદ પેનલ્ટી શૉટ દ્વારા બેલ્જિયમે 4-2થી આગળ વધી ગયુ ત્યારબાદ ભારત દબાણમાં આવી ગયુ. ભારતે આ મેચમાં 14 પેનલ્ટી કૉર્નર આપ્યા છે.

English summary
Tokyo Olympic 2020: Men's hockey team loses by 5-2 score to Belgium in the semifinals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X