For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympic: મેડલ જીતનારી હોકી ટીમના ખેલાડીઓને પંજાબ સરકાર આટલા રૂપિયા આપશે

ટોક્યો ઓલિમ્પિકમાં, ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમે જર્મની સામેની રોમાંચક મેચમાં 5-4થી વિજય મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ટોક્યો ઓલિમ્પિકમાં, ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમે જર્મની સામેની રોમાંચક મેચમાં 5-4થી વિજય મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે અગાઉ 1980 મોસ્કો ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

hockey players

આ ઐતિહાસિક જીત બાદ ભારતીય હોકી ટીમ પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. પંજાબ સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમમાં રાજ્યના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપશે. પંજાબના રમત મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ આ જાહેરાત કરી હતી.

સોઢીએ ટ્વીટ કર્યું હતું કે, "ભારતીય હોકી માટે આ ઐતિહાસિક દિવસે હું એ જાહેરાત કરતાં ખુશ છું કે ટીમમાં સમાવિષ્ટ પંજાબના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. અમે તમારા પાછા ફરવાની રાહ જોઈશું અને ઓલિમ્પિક મેડલની ઉજવણી કરીશું. કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પંજાબના આઠ ખેલાડીઓ ભારતીય પુરુષ હોકી ટીમના સભ્યો છે. પંજાબના અન્ય ખેલાડીઓ હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુરજંત સિંહ અને મનદીપ સિંહ છે.

English summary
Tokyo Olympic: Punjab govt to give so much money to medal winning hockey players
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X