For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓલિમ્પિકમાં પહેલી વાર ભારતને ગોલ્ફમાં મળી શકે છે ગોલ્ડ મેડલ, અદિતિ અશોકનુ શાનદાર પ્રદર્શન યથાવત

અદિતિ અશોકે જે રીતે અત્યાર સુધી પ્રદર્શન કર્યુ છે તેનાથી તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારત માટે પહેલી વાર ગોલ્ફમાં મેડલ લાવતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જાપાનની રાજધાની ટોક્યોમાં રમવામાં આવી રહેલ ઓલિમ્પિક ગેમ્સમાં ગુરુવારનો દિવસ ભારતીય દળ માટે ઘણો સારો રહ્યો જ્યાં ભારતીય પુરુષ હૉકી ટીમે જર્મનીને ખૂબ રોમાંચક રીતે હરાવીને 41 વર્ષો પછી પહેલો મેડલ મેળવ્યો. વળી, કુશ્તીમાં રવિ કુમાર દહિયાએ ભારત માટે બીજો સિલ્વર મેડલ જીત્યો. આ બધા વચ્ચે ભારતની યુવા ગોલ્ફર અદિતિ અશોક પણ મહિલાઓની ગોલ્ફ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં કસુમિગાસેકી કન્ટ્રી ક્લબમાં ઉતરી જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કરીને સતત બીજા રાઉન્ડમાં બીજા સ્થાને રહીને આગલા પગલાં માટે ક્વૉલિફાઈ કર્યુ છે.

golf

અદિતિ અશોકે જે રીતે અત્યાર સુધી પ્રદર્શન કર્યુ છે તેનાથી તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારત માટે પહેલી વાર ગોલ્ફમાં મેડલ લાવતી જોવા મળી રહી છે. 23 વર્ષીય અદિતિ અશોરે 5 શૉટ્સ અંડર 66ના કાર્ડમાં બનાવ્યા જેમાં છેલ્લા 5માંથી 3 હૉલ બર્ટી શૉર્ટના હતા. દિવસના અંત સુધી તેણે 9 શૉટ્સ અંડર 133(67,66)ના કાર્ડમાં લગાવ્યા.

ઉલ્લેખનીય છે કે અદિતિ અશોક ટોક્યોમાં રમાઈ રહેલા આ ઓલિમ્પિક ગેમ્સમાં માત્ર એક વાર જ બોલને મંઝિલ સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે અને તે પણ પહેલી મેચના 18મા હોલમાં રહ્યુ. બીજા રાઉન્ડની રમત પૂરી થયા બાદ 200મી રેંકિંગ ધરાવતી અદિતિએ કહ્યુ કે છેલ્લી 3 હોલ્સ દરમિયાન મારી પાસે ઘણા સારા શૉટ્સ હતા જેમનો ઉપયોગ મે આખો દિવસ નહોતો કર્યો. મે અમુક સારા શૉટ્સ લગાવ્યા જેના કારણે મને સારા પોઈન્ટ્સ મળ્યા.

અદિતિએ આગળ કહ્યુ કે તેની પાસે અપ્રોચમાં શૉટ્સને લઈને કમી નહોતી અને હતી તોપણ બહુ ઓછી. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં મહિલાઓની પીજીએ ચેમ્પિયનશિપ વિજેતા અને અમેરિકી ગોલ્ફર નેલી કોર્ડાએ પહેલા 4 શૉર્ટસને માત્ર 62 કૉર્ડરમાં રમીને સારી એવી લીડ બનાવી લીધી અને અંતે 13 અંડર 129(67,62) ના શૉટ્સ ટૉપ પર ખતમ કર્યા. ભારતીય ગોલ્ફર અદિતિ અશોકે પણ રિયો 2016માં જે રીતનુ પ્રદર્શન કર્યુ હતુ તેનાથી સારુ પ્રદર્શન કરીને અમુક સમય સુધી ટૉપ પર રહી.

તમને જણાવી દઈએ કે શનિવારે થનારા ફાઈનલ રાઉન્ડ દરમિયાન તોફાનની સંભાવના છે એવામાં મહિલા ગોલ્ફનો આ ફાઈનલ રાઉન્ડ 54 હોલ્સનો સીમિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અધિકારીઓએ તોફાનની સ્થિતિને જોતા વેઈટ એન્ડ વૉચની રણનીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે અને શનિવારે હવામાનની સ્થિતિ અનુસાર જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ભારતની દીક્ષા ડાગર પણ ગોલ્ફમાં ભાગ લઈ રહી છે અને હાલમાં 53માં સ્થાને છે. ગોલ્ફમાં વિજેતા ઘોષિત કરવા માટે 2 રાઉન્ડની રમત બાકી છે. જો કે આનો ઘણો આધાર હવામાન પર પણ નિર્ભર કરે છે.

English summary
Tokyo Olympics 2020: Aditi Ashok can bring gold for India first in in golf
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X