Tokyo Olympics: હૉકીમાં ટીમ ઈન્ડિયાની જબરદસ્ત વાપસી, સ્પેનને 3-0થી હરાવ્યુ
ઓલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમે સ્પેન સામે જબરદસ્ત રમતનુ પ્રદર્શન કર્યુ છે.
ટોક્યોઃ ઓલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમે સ્પેન સામે જબરદસ્ત રમતનુ પ્રદર્શન કર્યુ છે. ઑસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારતીય ટીમે વાપસી કરીને સ્પેનને 3-0થી હરાવી દીધી છે. મનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમ પૂલએમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. વળી, સ્પેનની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ સામે 4-3થી હાર બાદ આર્જેન્ટીના સામે ટીમે 1-1થી ડ્રો કર્યુ હતુ. ઑસ્ટ્રેલિયા સામે 1-7થી હાર બાદ ભારતીય ટીમની સ્પેન સામે મેચમાં આ જબરદસ્ત વાપસી છે.

પહેલા ક્વાર્ટરમાં ભારતીય ટીમ સિમરનજીત સિંહના સ્કોરથી આગળ રહી ત્યારબાદ ભારતીય ટીમે રાહતના શ્વાસ લીધા પરંતુ જ્યારે રુપિંદર સિંહે બીજો ગોલ માર્યો તો ભારત પહેલા ક્વાર્ટરના અંત સુધી 2-0થી આગળ થઈ ગયુ. બીજી તરફ ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ ન થયો. જેના કારણે ત્રીજા ગોલ સુધી ભારતીય ટીમ 2-0થી આગળ રહેવામાં સફળ રહ્યુ. ચોથા ક્વાર્ટરમાં રુપિંદરે વધુ એક ગોલ કરીને ભારતીય ટીમને 3-0થી આગળ કરી દીધુ. રુપિંદર સિંહે આ ગોલ પેનલ્ટી કૉર્નર દ્વારા મેળવ્યો. તમને જણાવી દઈએ કે સ્પેન સામે મેચ પહેલા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી હતી જ્યારે ઑસ્ટ્રેલિયા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
