For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: પાછલા 13 વર્ષથી એકેય ગોલ્ડ નથી આવ્યો, છેલ્લે માત્ર 2 મેડલ મળ્યા હતા

Tokyo Olympics: પાછલા 13 વર્ષથી એકેય ગોલ્ડ નથી આવ્યો, છેલ્લે માત્ર 2 મેડલ મળ્યા હતા

|
Google Oneindia Gujarati News

23 જુલાઈથી ટોક્યો ઓલિમ્પિક્સ 2021 (Tokyo Olympics 2021)ની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક્સ સંઘને ઉમ્મીદ છે કે ખેલાડી સારું પ્રદર્શન કરીને માત્ર મેડલ જ નહી લાવે બલકે દેશનું નામ પમ રોશન કરશે. આખો દેશ ખેલાડીઓ પાસેથી દિલ જીતી લે તેવું પ્રદર્શનની ઉમ્મીદ લગાવીને બેઠો છે, કેમ કે 2008 બાદથી ભારતીય ખેલાડીઓ ગોલ્ડ લાવવામાં નાકામ રહ્યા છે. છેલ્લે 2018માં જે ઓલિમ્પિક્સ ગેમ થઈ, તેમાં ભારત માત્ર એક સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત બે મેડલ જ લાવી શક્યું હતું.

100થી વધુ ભારતીય ખેલાડી ક્વૉલિફાઈ

100થી વધુ ભારતીય ખેલાડી ક્વૉલિફાઈ

સ્પષ્ટ છે કે કોરોનાને કારણે વિદેશી લોકો સ્ટેડિયમમાં આવી મેચ નહી જોઈ શકે, પરંતુ ઘરેલૂ ફેન્સને મોકો મળી શકે છે. ટોક્યો ઓલિમ્પિકમાં દુનિયાભરના 11 હજારથી વધુ ખેલાડી સામેલ થઈ શકે છે. જ્યારે ભારતના અત્યાર સુધીમાં 100થી વધુ ખેલાડી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે.

ભારતના ખાતામાં કુલ 9 ગોલ્ડ આવ્યા

ભારતના ખાતામાં કુલ 9 ગોલ્ડ આવ્યા

જો ભારતના ઓલિમ્પિક ઈતિહાસની વાત કરીએ તો પાછલા કેટલાક વર્ષોથી ખેલાડીઓના પ્રદર્શનમાં ચમક ઘટી છે. ઓલિમ્પિક ઈતિહાસમાં ભારત માત્ર 28 ગોલ્ડ પોતાના નામે કરી શક્યું છે જેમાં 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બ્રોન્ઝ સામેલ છે. પરંતુ નિરાશ કરતી વાત એ છે કે ભારત માટે પાછલા 13 વર્ષથી એકેય ગોલ્ડ મેડલ નથી આવ્યો.1896માં એથેંસથી ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી. પરંતુ તે દરમિયાન એકેય ભારતીય ખેલાડીએ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ નહોતો લીધો. પરંતુ 1900થી લઈ અત્યાર સુધી ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓએ 8 ગેમ્સમાં ભાગ લીધો છે. હૉકીમાં સૌથી વધુ સફળતા મળી છે, જેમાં 11 મેડલ મળ્યા છે, જેમાં 8 ગ8ોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. એટલે કે હૉકી ટીમે ખુબ ડંકો વગાડ્યો છે. શૂટિંગમાં 4, એથલેટિક્સમાં 2, કુશ્તીમાં 5, બેડમિંટનમાં 2, બૉક્સિંગમાં 2, ટેનિસમાં 1 અને વેટલિફ્ટિંગમાં એક મેડલ મળ્યો છે.

144 મેડલ દાવ પર

144 મેડલ દાવ પર

આ વખતેની વાત કરીએ તો 144 મેડલ દાવ પર લાગ્યા છે, કયા ખેલાડીઓ આ મેડલ પર બાજી મારી શકે છે તે જોવાનું બાકી રહ્યું. ટોક્યોમાં મહિલા અને પુરુષને મિલાવી કુલ 48 ઈવેન્ટ થનાર છે. 1990 બાદથી એથલેટિક્સમાં ભારત માટે કોઈ જાદૂ ન દેખાડી સક્યું. 1990માં પેરિસ ઓલિમ્પિકમાં 200 મીટર રેસ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ પ્રિચાર્ડ બ્રિટેને જીત્યો હતો. તે સમયે અંગ્રેજોનું શાસન હતું એટલે પ્રિચાર્ડ બ્રિટેને ભારત તરફથી ભાગ લીધો હતો. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.

English summary
Tokyo Olympics: India haven't won any gold medal since 13 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X