For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics: મેડલથી માત્ર એક જીત દૂર ભારતીય બૉક્સર લવલીના બોરગોહેન

ભારતીય બૉક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશા જીવંત રાખી છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ ભારતીય બૉક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશા જીવંત રાખી છે. 23 વર્ષની લવલીનાએ જર્મનીની નદીન અપેઝને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે 64-69 કેટેગરીમાં લવલીના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો મુકાબલો 30 જુલાઈએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચેન નીન ચેન સાથે થશે. એવામાં જો લવલીના માત્ર એક મેચ વધુ જીતી લે તો ઓલિમ્પિકમાં તેનો મેડલ પાક્કો થઈ જશે. ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીત્યા બાદ લવલીના સેમીફાઈનલમાં પહોંચી જશે જ્યાં ઓછામાં ઓછો કાંસ્ય પદક મળવો લવલીના માટે નક્કી છે.

lovlina

જર્મનીની અપેઝ સામે લવલીનાએ જબરદસ્ત રમતનુ પ્રદર્શન કર્યુ. જો કે તેની શરૂઆત ધીમી હતી પરંતુ જેમ જેમ મેચ આગળ વધી તેમ લવલીનાના પંચ તેજ થતા ગયા. જે રીતે જબરદસ્ત ટાઈમિંગ સાથે લવલીનાએ પંચ લગાવ્યા ત્યારબાદ તેણે ક્વાર્ટર ફાઈનલમાં પોતાની રાહ સરળ બનાવી દીધી. પહેલા રાઉન્ડમાં લવલીના અપેઝ કરતા સારી હતી પરંતુ બીજા રાઉન્ડમાં લવલીનાએ જબરદસ્ત વર્ચસ્વ બતાવ્યુ. તે આક્રમક હતી એટલુ જ નહિ પરંતુ સતત કાઉન્ટર પંચ પણ લગાવી રહી હતી અને અપેઝને પોતાનાથી ખૂબ દૂર રાખી રહી હતી.

ત્રીજા રાઉન્ડમાં અપેઝ ઘણી દબાણમાં હતી જેનો લવલીનાએ ફાયદો ઉઠાવ્યો. લવલીનાએ શાનદાર મૂવથી વિરોધી બૉક્સરને હરાવી અને અંતમાં ક્વાર્ટરફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી. જો કે ક્વાર્ટર ફાઈનલમાં લવલીનાનો મુકાબલો સરળ નથી રહેવાનો. તેનો મુકાબલો ચોથી રેન્કની ચેન નીન ચેનથી છે. આ મુકાબલો જીત્યા બાદ લવલીના ભારત મેડલ સાથે જરૂર પાછી આવશે પછી સેમીફાઈનલમાં પરિણામ ભલે ગમે તે હોય.

English summary
Tokyo Olympics: Indian boxer lovlina borgohain enters in quater final one win away from medal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X