Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tokyo Paralympics : ભાવિનાએ ટેબલ ટેનિસમાં સિલ્વર જીતીને ઇતિહાસ રચ્યો

ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ ચૂકી ગઇ છે, પરંતુ તેણે સિલ્વર જીતીને ઇતિહાસ રચી દીધો છે. ટેબલ ટેનીસની ફાઇનલમાં તેણીનો મુકાબલો વિશ્વની નંબર વન ખેલાડી ચીનની ઝોઉ યિંગ સાથે થયો હતો.

Tokyo Paralympics : ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ ચૂકી ગઇ છે, પરંતુ તેણે સિલ્વર જીતીને ઇતિહાસ રચી દીધો છે. ફાઇનલમાં તેણીનો મુકાબલો ચીનની ઝોઉ યિંગ સાથે થયો હતો, જે વિશ્વની નંબર વન ખેલાડી છે. ક્લાસ 4 હેઠળ ભાવિના મેચ 0-3થી હારી ગઇ હતી. ચીની ખેલાડીએ 11-7, 11-5 અને 11-6થી આ મેચમાં જીત મેળવી હતી.

Bhavina Patel

ભાવિનાએ મેચમાં પુનઃરાગમન કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ચીની ખેલાડીનો તેની પાસે કોઈ જવાબ ન હતો. યિંગે વીજળીવેગે શોટ રમ્યા જે ભાવિનાની પહોંચની બહાર હતા. જો કે, આ પહેલી ગેમ હતી જ્યાં ભાવિનાને લેવલિંગ જોવા મળી હતી, એક ગેમ પોઈન્ટ મેળવ્યા બાદ યિંગે બાકીની બે ગેમમાં ભાવિનાને તક આપી ન હતી.

ભાવિના આ સીમાચિહ્ન પર પહોંચનાર દેશની પ્રથમ પેરા પેડલર છે. ક્લાક 4માં સ્પર્ધા કરીને ભાવિનાએ આ ઇતિહાસ રચ્યો છે. આ અગાઉ તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી પણ બની હતી. ક્વાર્ટર ફાઇનલમાં ભાવિનાનો મુકાબલો સર્બિયાના બોરીસ્લાવા પેરીચ રેન્કોવી સામે હતો.

ગુજરાતની ભાવિનાના પિતા પુત્રીની સિદ્ધિથી ખુશ છે. તેમણે કહ્યું કે, ભાવિનાએ તેમને ગૌરવ અપાવ્યું છે અને જ્યારે તે ભારત આવશે, ત્યારે અમે તેનું ભવ્ય સ્વાગત કરીશું. સિલ્વર મેડલ જીતવાની સાથે જ ભાવિના ઘરની આસપાસ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

પેરાલિમ્પિક્સમાં ભાવિનાની સફર

ભાવિનાએ ગ્રેટ બ્રિટનની મેગન શેકલટનને ગ્રુપ A ની રોમાંચક મેચમાં 3-1થી હરાવીને નોકઆઉટ સ્ટેજમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ભાવિનાએ ત્રણ સેટનો વિજય નોંધાવતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે નોકઆઉટના વધ્નને દુર કર્યું હતું. તેણે આ મેચમાં જોયસ ડી ઓલિવરિયાને હરાવ્યો હતો. ભાવિનાએ તેના ઉચ્ચ ક્રમાંકિત બ્રાઝિલના હરીફ બ્રાઝિલના જોયસ ડી ઓલિવિરાને 12-10, 13-11, 11-6થી હરાવ્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં ભાવિનાનો સામનો સર્બિયાના બોરીસ્લાવા રેન્કોવિક પેરીક સામે થયો, જેની સામે ભાવિનાએ શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી રીતે જીત મેળવી. ભાવિનાએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં એકતરફી વર્ચસ્વ જમાવ્યું અને 3-0 સીધા સેટમાં જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો હતો.

ભાવિનાએ સેમીફાઇનલ મેચમાં ચીનના ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X