For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Paralympics : ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

હરિયાણા સરકાર ગોલ્ડ મેડલ વિજેતા સુમિત એન્ટિલને 6 કરોડ રૂપિયા અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ કથુનિયાને 4 કરોડ રૂપિયા રોકડ પુરસ્કાર આપશે. હરિયાણા સરકાર સુમિત એન્ટિલ અને યોગેશ કથુનિયાને સરકારી નોકરી પણ આપશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય ખેલાડીઓએ સોમવારના રોજ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પોતાનું બેસ્ટ આપીને દબદબો કાયમ કર્યો હતો. ભારતે એક જ દિવસમાં 2 ગોલ્ડ સહિત કુલ 5 મેડલ જીત્યા હતા. ભારતીય એથલીટે બરછી ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સોનીપતના સુમિત એન્ટિલે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી તરફ હરિયાણાના બીજા એથ્લીટ યોગેશ કથુનિયાએ ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ બંનેની કામગીરીને જોતા હરિયાણા સરકારે તેમના ઈનામોનો વરસાદ કર્યો છે.

Tokyo Paralympics

હરિયાણા સરકાર ગોલ્ડ મેડલ વિજેતા સુમિત એન્ટિલને 6 કરોડ રૂપિયા અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ કથુનિયાને 4 કરોડ રૂપિયા રોકડ પુરસ્કાર આપશે. હરિયાણા સરકાર સુમિત એન્ટિલ અને યોગેશ કથુનિયાને સરકારી નોકરી પણ આપશે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુમિત એન્ટિલને ફોન કરીને ટોક્યો પેરાલિમ્પિક્સમાં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સોનીપતની સુમિતની યાત્રા મુશ્કેલીઓથી ભરેલી રહી છે. 6 વર્ષ પહેલા બનેલા માર્ગ અકસ્માતમાં પગ ગુમાવ્યા પછી પણ સુમિતે ક્યારેય મેદાન છોડ્યું નહીં અને દરેક પરિસ્થિતિનો ખૂબ જ હિંમતથી સામનો કર્યો હતો. પેરાલિમ્પિક્સ 2020માં જેવેલિન થ્રોમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. એકમાત્ર પુત્ર સાથે અકસ્માતથી દુ:ખી થયેલી માતા નિર્મલા દેવીને સુમિતે વચન આપ્યું હતું કે, હું તેમને જીવનની દરેક ખુશીઓ આપીશ. સુમિતે પોતાની વાત સાચી પાડી અને સખત મહેનતથી ટોક્યો પેરાલિમ્પિક્સ સુધીની તેની સફર ગોલ્ડ મેડલ સાથે પૂર્ણ કરી હતી.

સુમિતે F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 68.55 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં મેડલ જીત્યો હતો. સુમિતે પેરાલિમ્પિક્સમાં પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તેણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર ફેંક્યા હતા, જે વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. જે બાદ બીજા થ્રોમાં તેણે બરછીને 68.08 મીટર દૂર ફેંકી હતી. સુમિતે તેના પ્રદર્શનમાં વધુ સુધારો કર્યો અને તેના 5મા પ્રયાસમાં 68.55 મીટર થ્રો ફેંક્યો, જે નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. તેના ત્રીજા અને ચોથા થ્રો 65.27 મીટર અને 66.71 મીટર હતા. જ્યારે છઠ્ઠો થ્રો ફાઉલ હતો.

યોગેશ કથુનિયાએ F56 કેટેગરીમાં ડિસ્ક થ્રોમાં ભારત માટે સિલ્વર જીત્યો હતો. દિલ્હીના 24 વર્ષીય યોગેશે તેના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 44.38 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. જે તેની સિઝનનો પણ શ્રેષ્ઠ થ્રો હતો.

English summary
The Haryana government will give a cash prize of Rs 6 crore to gold medalist Sumit Antil and Rs 4 crore to silver medalist Yogesh Kathunia. The Haryana government will also give government jobs to Sumit Antil and Yogesh Kathunia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X