Travis Head Wife : ખૂબસૂરતીમાં હોલિવૂડ અભિનેત્રીઓથી એક કદમ આગળ છે ટ્રેવિસ હેડની વાઈફ, વિશ્વાસ ન હોય તો જોઈ લો

Travis Head Wife : એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ ભારતીય ટીમ માટે મુસિબત બન્યો છે. તેણે શાનદાર સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને મોટી લીડ અપાવી દીધી છે.

ટ્રેવિસ હેડની શાનદાર સદી દરમિયાન મેદાન પર તેની પત્ની પણ ઝૂમતી જોવા મળી. ટ્રેવિસ હેડની પત્ની જેસિકા તેની ખૂબસૂરતી માટે જાણીતી છે.

Travis Head Wife

ટ્રેવિસ હેડની પત્નીનું નામ જેસિકા ડેવિસ છે, જે વ્યવસાયે મોડલ અને બિઝનેસવુમન છે. જેસિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેને 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે ઘણી વખત આઈપીએલ મેચોમાં હેડની ટીમ SRHને સપોર્ટ કરતી જોવા મળી છે.

ટ્રેવિસ હેડ અને જેસિકા ડેવિસના લગ્ન 15 એપ્રિલ 2023ના રોજ થયા છે અને આ કપલ એક પુત્ર અને એક પુત્રીના માતાપિતા છે. જેસિકા મોડલ હોવા ઉપરાંત બિઝનેસવૂમન છે. તે સિડની અને કેનબેરામાં ઘણી હોટલ ચલાવી રહી છે.

જેસિકા અને ટ્રેવિસ હેડે વર્ષ 2022માં એડિલેડમાં લગભગ 3 મિલિયન ડોલરની કિંમતનું ઘર પણ ખરીદ્યું હતું. આ કપલ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતું છે.

એડિલેડ ટેસ્ટની વાત કરીએ તો, ટ્રેવિસ હેટના બેટથી રનનો વરસાદ થયો છે. ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરતા 141 બોલમાં 140 રનની ઈનિંગ રમીને ટીમને મોટી લીડ અપાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X