બોલર્સથી ડર નથી લાગતો, પત્નીથી લાગે છે: સચિન

લંડનમાં એક ઇન્ટર્યુ દરમિયાન જ્યારે સચિનને પૂછવામાં આવ્યું કે ગુસ્સે થયેલી પત્ની અને ફાસ્ટ બોલરો કરતા કોણ વધારે ખતરનાખ હોય છે. જેના હળવા જવાબમાં સચિને જણાવ્યું કે 'આપે મને મુશ્કેલીમાં મૂકી દીધો, જોકે હું ઘરની બહાર છું એટલે કહી શકું છું કે ગુસ્સે થયેલી પત્ની વધારે ખતરાનાખ હોય છે.'
સચિને પોતાના પિતા અને ભાઇ ઉપરાંત ત્રણ મહિલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમણે તેમની કારકિર્દી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં અંજલિ પણ છે. સચિને જણાવ્યું કે હું મારી સિદ્ઘિનો જશ મારી માતાને આપીશ જેના કારણે હું આ મુકામ હાંસલ કરી શક્યો છું. ત્યારબાદ બીજી મહિલા છે મારી આંટી જેમના ઘરે હું ચાર વર્ષ રહ્યો. જ્યારે મારી પત્ની અંજલિ મને દરેક પગલે સાથ આપ્યો છે.
સચિને જણાવ્યું કે હું મારા ભાઇ અજિતના કારણે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. દસ વર્ષની ઉંમરમાં અજિતને તેમનામાં હુનર દેખાયું અને તેઓ સચિનને કોચ રમાકાંત આચરેકર પાસે લઇ ગયા. જ્યારે મારા પિતાએ મારું ક્રિકેટનું સપનું પુરુ કરવાની આઝાદી આપી હતી.












Click it and Unblock the Notifications
