વેંકટેશ ઐયર અને તેલુગુ એક્ટ્રેસ પ્રિયંકાની કયૂટ ચેટ વાયરલ, ફેન્સે પુછ્યુ, શું પાકી રહ્યું છે?
વેંકટેશ અય્યરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ના બીજા તબક્કામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં ધમાલ મચાલી દીધી.
વેંકટેશ અય્યરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ના બીજા તબક્કામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં ધમાલ મચાલી દીધી. એક વર્ષથી ઓછા સમયમાં તેણે ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે. વેંકટેશ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ તેણે તેલુગુ એક્ટ્રેસ પ્રિયંકા જવાલકરની એક પોસ્ટ પર કમેન્ટ કરતાની સાથે જ આ કોમેન્ટ વાયરલ થઈ ગઈ હતી.

પ્રિયંકાની પોસ્ટ પર જ્યારે વેંકટેશની કોમેન્ટ આવી તો આ તેલુગુ એક્ટ્રેસે પણ જવાબ આપ્યો. પછી શું હતું, ચાહકો આ ચેટને એન્જોય કરવા લાગ્યા. કેટલાક ચાહકોએ તો એમ પણ લખ્યું કે એવું લાગે છે કે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. પ્રિયંકાએ એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જેના પર વેંકટેશે કોમેન્ટમાં લખ્યું ક્યૂટ!

પછી શું હતું પ્રિયંકાએ વધુ વિલંબ કર્યા વિના આ ટિપ્પણીના જવાબમાં લખ્યું, 'કોણ? તમે?' વેંકટેશની કમેન્ટને 10 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને લગભગ 2000 લોકોએ આ કોમેન્ટ પર કોમેન્ટ કરી છે. પ્રિયંકાએ 2017માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં તે ચાર તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.












Click it and Unblock the Notifications
