ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને મહાન બોલર શેન વોર્નનું નિધન!
ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મહાન બોલર શેન વોર્નનું નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકના કારણે 52 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.
ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મહાન બોલર શેન વોર્નનું નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકના કારણે 52 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. શેન વોર્નના નજીકના સંબંધીઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે થાઈલેન્ડમાં પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. જો કે તબીબોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સફળ થયા ન હતા. પરિવાર દ્વારા તેના ચાહકો અને મીડિયાને અપીલ કરવામાં આવી છે કે આ મુશ્કેલ સમયમાં તેની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે.

તમને જણાવી દઈએ કે શેન વોર્ન માત્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વના મહાન લેગ સ્પિનરોમાંથી એક હતો. જો ક્રિકેટ જગતના મહાન સ્પિન બોલરની વાત કરવામાં આવે તો તેનું નામ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પછી આવે. છેલ્લા 24 કલાકમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે આ બીજા ખરાબ સમાચાર છે, કારણ કે શેન વોર્નના પાર્ટનર રોડ માર્શનું પણ શુક્રવારે નિધન થયું હતું, જેમને ગયા અઠવાડિયે હાર્ટ એટેક આવ્યો હતો.
BREAKING
— Fox Cricket (@FoxCricket) March 4, 2022
Australia cricket legend, Shane Warne, dies of ‘suspected heart attack’, aged 52.
Details: https://t.co/Q83t5FWzTb pic.twitter.com/YtQkY8Ir8p
વોર્નનું ક્રિકેટ કરિયર
શેન વોર્નને તેના ફેન્સ 'વોર્ની'ના નામથી ઓળખતા હતા અને આખી દુનિયામાં તેને પસંદ કરવામાં આવતા હતા. તેના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયા તરફથી 15 વર્ષ સુધી રમ્યા હતા. આ 15 વર્ષમાં તેણે 145 ટેસ્ટ, 194 ODI અને 55 IPL મેચ રમી છે. તેની ટેસ્ટ કારકિર્દીમાં, શેન વોર્ને 708 વિકેટ લીધી હતી, જે વિશ્વના કોઈપણ બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટોની યાદીમાં બીજા સ્થાને છે. તેના પહેલા માત્ર મુથૈયા મુરલીધરને જ 800 વિકેટ લીધી હતી. શેન વોર્ને 1992માં MSGમાં ડેબ્યૂ કર્યું હતું. શેન વોર્ન 1999 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા અને 1999 અને 2003 વચ્ચે પાંચ એશિઝ શ્રેણી જીતનાર ટીમના સભ્ય પણ હતા.












Click it and Unblock the Notifications
