Vinesh Phogat Disqualified : વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાયને વિજેન્દર સિંહે છડયંત્ર ગણાવ્યુ, જાણો શું કહ્યું?

Vijender Singh On Vinesh Phogat : ભારતની દિગ્ગજ રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મુકાબલામાં બહાર કર્યા બાદ વિવાદ વધી રહ્યો છે. હવે આ મુદ્દે રેસલર વિજેન્દર સિંહે મોટુ નિવેદન આપ્યુ છે.

ઓલિમ્પિક કુસ્તી 50 કિગ્રા વર્ગમાં ભાગ લેનાર વિનેશ ફોગાટને વધુ વજનના કારણે ઓલિમ્પિક દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવી છે. તેને કહેવામાં આવ્યું છે કે માત્ર 100 ગ્રામ વજન વધવાને કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી છે. હવે બોક્સર વિજેન્દર સિંહે વિનેશ ફોગાટની અયોગ્યતાને છડયંત્ર ગણાવે છે.

Vinesh Phogat

વિજેન્દર સિંહે વિનેશને ગેરલાયક ઠેરવવાને કાવતરું ગણાવ્યું. તેણે કહ્યું કે, આપણા કુસ્તીબાજો સાથે આ એક મોટું ષડયંત્ર છે. આ સિવાય તેણે કહ્યું કે વિનેશને વજન ઘટાડવા માટે થોડો સમય આપવો જોઈતો હતો. વિજેન્દરે કહ્યું કે તેણે આ પહેલા ક્યારેય કોઈ એથ્લેટ માટે આવું કંઈ જોયું નથી.

જણાવી દઈએ કે, વિનેશ ફોગટના પરિવારના સભ્યોએ ફેડરેશન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. તેમણે આ મામલે સરકારને પણ વચ્ચે ખેંચી છે. પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સરકાર આમાં સામેલ છે.

જણાવી દઈએ કે વિનેશ ફોગટના સસરા રાજપાલ રાઠીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા ફેડરેશનના ઘણા લોકો પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે આ હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ છે. રાજકારણ થઈ રહ્યું છે. આ એક ષડયંત્ર છે. આમાં સરકારનો હાથ છે. માથા પરના વાળ પણ વજનમાં 100 ગ્રામ વધારો કરે છે.

તેમણે કહ્યું કે, 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે કોને હાંકી કાઢવામાં આવે છે? આ સિવાય તેમણે વિનેશ સાથે હાજર સપોર્ટ સ્ટાફને પણ આડેહાથ લીધો. રાજપાલ રાઠીએ કહ્યું કે સપોર્ટ સ્ટાફે પણ કોઈપણ પ્રકારની મદદ ન કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X