Vinesh Phogat Husband : કોણ છે વિનેશ ફોગાટના હસબન્ડ સોમવીર? જાણો કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?
Vinesh Phogat Husband : ઓલિમ્પિકમાં મેડલની રેસમાંથી બહાર થયા બાદ વિનેશ ફોગાટ દુખી છે. હવે લોકો વિનેશ ફોગાટને સપોર્ટ કરવા સાથે સાથે તેની અંગત લાઈફ વિશે પણ જાણવા માંગે છે.
પેરિસ ઓલિમ્પિક ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની રેસલર સામે 5-0થી જીત બાદ 50 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી 100 વધુ વજનના કારણે બહાર કરી દેવાઈ.

ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશ ફોગટની સાથે તેના પતિ સોમવીર રાઠી પણ ચર્ચામાં છે. વિનેશ ફોગટ અને પતિ સોમવીર રાઠીની લવ સ્ટોરી ફિલ્મો જેવી જ છે.
સોમવીર રાઠી પણ વિનેશ ફોગાટની જેમ જ રેસલર છે અને એક ઉત્તમ ખેલાડી છે. હરિયાણાના સોનીપતમાં જન્મેલા સોમવીરે ખારઘોડાના અખાડાથી કુસ્તીની શરૂઆત કરી હતી. કલાકો સુધી મહેનત અને પરસેવો પાડીને નેશનલ લેવલની સ્પર્ધામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
સોમવીર રાઠીએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચેલી રેસલર વિનેશ ફોગાટને તેના પતિ સોમવીર રાઠીનો ઘણો સપોર્ટ મળ્યો છે.
કુસ્તીમાં શાનદાર કારકિર્દી સાથે સોમવીરે રેલ્વેમાં કામ કરવાનું શરૂ કર્યું અને વિનેશ ફોગાટ પણ રેલ્વેમાં જોડાઈ ગઈ. બંનેની પહેલી મુલાકાત રેલવેમાં નોકરી દરમિયાન થઈ હતી. આ લવ સ્ટોરી 2011માં રેવલેમાં આ જ નોકરી દરમિયાન શરૂ થઈ હતી. શરૂઆતમાં તેમની વાતચીત તેમની નોકરી સંબંધિત હતી પરંતુ તેમની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ.
વિનેશે 2018માં ઈન્ડોનેશિયામાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સોમવીર રાઠીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘૂંટણિયે પડીને અચાનક તેને પ્રપોઝ કરીને વિનેશને ચોંકાવી દીધી હતી.
આ કપલે ડિસેમ્બર 2018માં હરિયાણાના ચક્રી દાદરીમાં લગ્ન કર્યા . તેમના લગ્ન એક ખાનગી સમારંભમાં થયા હતા જેમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી. પરંપરાગત લગ્નોમાં પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા લેવામાં આવે છે પરંતુ વિનેશ ફોગાટ અને સોમવીરે આઠ ફેરા લીધા હતા.
દંપતીનો આઠમો ફેરા બેટી બચાવો, બેટી પઢાવો, બેટી ખિલાઓ ના પ્રચાર માટે સમર્પિત હતો. જે બાદ ફોગાટે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
સોમવીરે હંમેશા વિનેશને તેના પડકારજનક સમયમાં સાથ આપ્યો છે. ઓલિમ્પિક દરમિયાન તેને ભાવનાત્મક શક્તિ આપવા તે તેની સાથે પેરિસ ગયો હતો. તેમનો સંબંધ વિનેશ માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે તેઓ તેમની કારકિર્દી અને અંગત જીવનમાં એકબીજાને ટેકો આપીને આગળ વધી રહ્યા છે.












Click it and Unblock the Notifications
