Vinesh Phogat : વિનેશ ફોગાટને મળી શકે છે સિલ્વર મેડલ, જાણો કેમ જીવીત છે ઉમ્મીદ?

Vinesh Phogat : શાનદાર ફોર્મમાં ફાઈનલ સુધી પહોંચેલી વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવાતા ભારે વિવાદ થયો છે. આ વિવાદ વચ્ચે વિનેશને સિલ્વર મેડલ આપવા માંગ થઈ રહી છે.

સમાચારો અનુસાર, વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ આપવા અપીલ કરી છે. તેમણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) દ્વારા સિલ્વર મેડલની માંગ ઉઠાવી છે.

Vinesh Phogat

વિનેશનો મુકાબલો મહિલાઓની 50 કિગ્રા રેસલિંગ કેટેગરીની ફાઇનલમાં અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સાથે થવાનો હતો. પરંતુ સ્પર્ધા પહેલા તેનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CASએ 8 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે, ત્યારબાદ તે પોતાનો અંતિમ નિર્ણય આપશે કે શું વિનેશને સિલ્વર મેડલ આપવામાં આવે છે કે નહીં. જો CAS ભારતીય કુસ્તીબાજની તરફેણમાં ચુકાદો આપે છે, તો તેને ઓલિમ્પિકની મહિલા 50 કિગ્રા વજન વર્ગમાં સંયુક્ત સિલ્વર મેડલ વિજેતા જાહેર કરવામાં આવશે.

જણાવી દઈએ કે, વિનેશ ફોગટે સેમિફાઇનલમાં ક્યુબાની કુસ્તીબાજને 5-0થી હરાવી છે. હવે તેનું વજન વધારે હોવાને કારણે તેને ફાઇનલની મંજૂરી આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે CAS આ મુદ્દે શું નિર્ણય આપે છે.

CAS એક સ્વતંત્ર સંસ્થા છે. તેની રચના 1984માં રમતગમત સંબંધિત બાબતોમાં મધ્યસ્થી કરવાના હેતુથી કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે અને ઓફિસ ન્યૂયોર્ક અને સિડનીમાં છે.

આ સિવાય ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરતા દેશોમાં થોડા સમય માટે CAS ઓફિસની સ્થાપના કરવામાં આવે છે. આ સંસ્થા બે પક્ષો વચ્ચે મધ્યસ્થી કરીને રમત-ગમતને લગતી બાબતોને ઉકેલવાનું કામ કરે છે.

માન્ય રીતે આર્બિટ્રેશન કરવા માટે પેનલમાં 3 મધ્યસ્થીઓની પસંદગી કરવામાં આવે છે. તેમાંથી એક મધ્યસ્થી બંને પક્ષોને આપવામાં આવે છે, જ્યારે ત્રીજા મધ્યસ્થીને તે વિભાગના અધ્યક્ષ દ્વારા પસંદ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ચુકાદો આપવા માટે માત્ર એક મધ્યસ્થી હાજર હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X