તારીખ પે તારીખ…વિનેશ ફોગાટની અરજી પર હવે આ તારીખે ફેંસલો આવશે
પેરિસ ઓલમ્પિકમાં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે મેડલ ગુમાવનારી વિનેશ ફોગાટની અરજી પર આજે પણ નિર્ણય નથી આવ્યો.
વિનેશ ફોગાટને સિલ્વર મેડલ માટે હજુ રાહ જોવી પડશે. આજે આ મુદ્દે CAS આજે ચુકાદો આપવાની હતી પરંતુ હવે 16મી ઓગસ્ટે આવશે.

વિનેશ ફોટાટે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. આ મામલે 9 ઓગસ્ટે સુનાવણી થઈ હતી. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો.
વધારે વજનના કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે વિનેશ સંયુક્ત સિલ્વર મેડલની માંગ કરી રહી છે.
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા વર્ગમાં લડી રહી હતી. તેણે પોતાના જોરદાર પ્રદર્શનથી સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી.
વિનેશનું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું. તેણે વજન ઘટાડવા માટે આખી રાત મહેનત કરી. વાળ પણ કપાવી દીધા. પરંતુ વધારાનું 100 ગ્રામ ન ઉતારી શકવાને કારણે તેને ફાઈનલ પહેલા બહાર કરી દેવાઈ.
જણાવી દઈએ કે, વિનેશ ફોગાટ બહાર થવાને કારણે ભારત એક પણ ગોલ્ડ મેડલ વગર ઓલિમ્પિકમાંથી પરત આવ્યુ છે. જો વિનેશ ફોગાટ ફાઈનલમાં રમી હોત તો ભારતને ગોલ્ડ મેડલ જીતવાના ઘણા ચાન્સ હતા. પરંતુ આવુ ન થઈ શક્યુ.












Click it and Unblock the Notifications
