IPL: વિરાટ કોહલી સંભાળશે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કપ્તાની

આઇપીએલના છઠ્ઠી સિઝન માટે આરસીબીએ ઘણા ઓલરાઉન્ડર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ટીમના માલિક વિજય માલ્યાએ એક જાહેરાતમાં જણાવ્યું કે અમને વિરાટને કપ્તાન બનાવીને ઘણો આનંદ થઇ રહ્યો છે. શીખવાની, નેતૃત્વ કરવાની અને ઉત્તમ ઉદાહરણ રજૂ કરવાની તેની ભૂખ વખાણવા યોગ્ય છે.
આઇપીએલના ઇતિહાસમાં સર્વાધિક રન બનાવનાર વિરાટ 11માં બેટ્સમેન છે, જેમણે 119.28ના સ્ટ્રાઇક રેટથી 1639 રન બનાવ્યા. વિરાટે જણાવ્યું કે આરસીબીનો કપ્તાન બનીને મને આનંદ છે. હું ટીમના માલિકોને આ વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરુ છું. મને આ પડકારની રાહ છે અને હું ટીમને નવી ઉંચાઇઓ પર લઇ જવાની કોશિશ કરીશ.












Click it and Unblock the Notifications
