વિરાટ છે આઇપીએલનો સૌથી ફેશનેબલ ક્રિકેટર
નવી દિલ્હી, 19 એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કપ્તાન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલી આઇપીએલમાં સૌથી કુલ હેરસ્ટાઇલ રાખે છે અને મેદાન પર સૌથી વધારે ફેશનેબલ ખેલાડી છે. આ રસપ્રદ ખુલાસો આઇપીએલને લઇને એક સર્વેક્ષણમાં કરવામાં આવ્યો છે. નિમ્બસે દેશમાં લગભગ અઢી કરોડ લોકોને એક માર્ચથી લઇને 10 એપ્રિલ સુધી કેટલાંક એવા સવાલો પર તેમના વિચાર જાણવાની કોશીશ કરી અને તેના આધારે આ સર્વે કરવામાં આવ્યો.
સર્વેમાં સૌથી વધારે કુલ હેરસ્ટાઇલ અને મેદાનમાં સૌથી વધારે ફેશનેબલ હોવાના સવાલ પર 54 ટકા લોકોએ વિરાટ પર પોતાની પસંદગી ઉતારી છે. ભારતીય ક્રિકેટમાં હાલના સમયમાં રોકસ્ટાર જેવો દરજ્જો ધરાવનાર વિરાટ પોતાના બાજુઓ પર ટેટૂ રાખે છે અને તેમની હેર સ્ટાઇલ પણ જબરદસ્ત છે. હાલમાં જ વિશ્વકપમાં તેમની એક પારી બાદ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટરે વિરાટને લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો હતો.

આઇપીએલ સાતમાં સર્વાધિક રન બનાવવા માટે મળનારી ઓરેન્જ કેપના દાવેદારોમાં વિરાટને સૌથી આગળ બતાવવામાં આવ્યા છે. સર્વેમાં 47 ટકા લોકોનું માનવું હતું કે વિરાટ સૌથી વધારે રન બનાવશે. તેમના ટીમસાથી અને કેરેબિયાઇ બેટ્સમેન ક્રિસ ગેઇલને 29 ટકા લોકોએ બીજા સ્થાન પર રાખ્યો છે.












Click it and Unblock the Notifications
