For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલી આ વર્ષનો સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

Virat Kohli
કોલંબો, 16 સપ્ટેમ્બર: શ્રીલંકામાં યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં ભારતના બેસ્ટમેન વિરાટ કોહલીને એક દિવસીય ક્રિકેટમાં વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીજી તરફ શ્રીલંકાના કુમાર સંગાકારને વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. સંગાકારા ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ઇયરનો એવોર્ડ પણ જીતવામાં સફળ રહ્યો હતો.

વિરાટ કોહલીના ઉમદા પ્રદર્શન બદલ તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોહલીએ એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તેને 31 વન-ડે મેચોમાં 66.65ની સરેરાશથી 1733 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 8 સદી અને 6 અર્ધસદી ફટકારી છે. એશિયા કપમાં 18 માર્ચના રોજ કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ 183 રન ફટકાર્યાં હતા.

32 લોકોની નિર્ણાયક ટીમે કોહલીની સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર તરીકે પસંદગી કરી છે. કોહલી શ્રીલંકાના કુમાર સંગાકાર, લસિથ મલિંગા અને મહેન્દ્ર સિંહ ધોની પાછળ છોડીને સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટરનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે.

એવોર્ડ મળતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ' મેં દરેક વસ્તુને સરળ રાખવાનો પ્રયત્ન કર્યો છે અને તે મારા કામ આવ્યો છે. તમારી રમતને સન્માન મળે છે તો સારૂ લાગે છે. આવા એવોર્ડ સમારંભમાં હું પ્રથમ વખત આવ્યો છું અને સન્માન મળતાં મને ખૂબ સારું લાગે છે.

English summary
India's flamboyant batsman Virat Kohli has been adjudged as the cricketer of the year by the International Cricket Council (ICC). In a function organised in Colombo, this young cricketer from Delhi was handed over the trophy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X