વિરાટ કોહલી બન્યો ટી20 ક્રિકેટનો બાદશાહ, ભારત બીજા નંબરે
દુબઇ, 10 સપ્ટેમ્બરઃ ભારત બર્મિંઘમ ખાતેની ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રસાકસી બાદ ત્રણ રનથી હારી ગયું, આ પરાજય પછી પણ આઇસીસી ટી20 રેન્કિંગમાં તેણે પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે વિરાટ કોહલી આ મેચમાં પોતાની શાનદાર અડધી સદીની મદદથી બેટિંગ રેન્કિંગમાં પહેલા ક્રમાંકે આવી ગયો છે.
ભારતના હાલ 126 અંક છે અને પહેલા ક્રમાંકે રહેલા શ્રીલંકા(131)થી પાંચ અંક પાછળ છે. પાકિસ્તાન 123 અંકો સાથે ત્રીજા અને દક્ષિણ આફ્રિકા 121 અંકો સાથે ચોથા ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 112 અંકો સાથે પાંચમા ક્રમે છે.
વિરાટ આ મેચ પહેલા 889 અંકો સાથે બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને હતો, પરંતુ તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 રનની ઇનિંગ રમી અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત ટી20 સુકાની એરોન ફિંચને પાછળ છોડી નંબર વનનું સ્થાન હાંસલ કરી લીઘું છે. વિરાટ કોહલીના હવે 897 અંક થઇ ગયા છે, જ્યારે ફિંચ બીજા સ્થાને પહોંચી ગયો છે. તો ચાલો તસવીરો થકી ટોપ ટેન આઇસીસી રેન્કિંગ ટી20 બેટ્સમેન પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ
આ પણ વાંચોઃ- વનડે, ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ
આ પણ વાંચોઃ- રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ, ગણાવ્યા ‘પિતા તુલ્ય'

વિરાટ કોહલી
દેશઃ- ભારત
રેન્કિંગઃ- 01
રેટિંગઃ- 897

એરોન ફિંચ
દેશઃ- ઓસ્ટ્રેલિયા
રેન્કિંગઃ- 02
રેટિંગઃ- 892

એડી હોલ્સ
દેશઃ- ઇંગ્લેન્ડ
રેન્કિંગઃ- 03
રેટિંગઃ- 866

બ્રાન્ડેન મેક્કુલમ
દેશઃ- ન્યુઝીલેન્ડ
રેન્કિંગઃ- 04
રેટિંગઃ- 782

એફડુ પ્લેસિસ
દેશઃ- દક્ષિણ આફ્રિકા
રેન્કિંગઃ- 05
રેટિંગઃ- 714

એમડીકેજે પરેરા
દેશઃ- શ્રીલંકા
રેન્કિંગઃ- 06
રેટિંગઃ- 707

જેપી ડ્યુમિની
દેશઃ- દક્ષિણ આફ્રિકા
રેન્કિંગઃ- 07
રેટિંગઃ- 698

અહેમદ શેહઝાદ
દેશઃ- પાકિસ્તાન
રેન્કિંગઃ- 08
રેટિંગઃ- 684

ડેવિડ વોર્નર
દેશઃ- ઓસ્ટ્રેલિયા
રેન્કિંગઃ- 09
રેટિંગઃ- 681

સુરેશ રૈના
દેશઃ- ભારત
રેન્કિંગઃ- 10
રેટિંગઃ- 677












Click it and Unblock the Notifications
