
રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ, ગણાવ્યા ‘પિતા તુલ્ય’
મુંબઇ, 9 સપ્ટેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામા આવેલા પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીએ કોચ ડંકન ફ્લેચરનો બચાવ કર્યો છે. શાસ્ત્રીએ કહ્યું કે, ફ્લેચર પાસે ઘણો જ અનુભવ છે અને તે ‘પિતા તુલ્ય' છે. તેમને એ વાતનો ગર્વ છેકે યુવાનોથી ભરેલી તેમની ટીમે ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારને પાછળ છોડીને એ જ અંતરથી ઇંગ્લેન્ડને વનડે શ્રેણીમાં પરાજીત કર્યું.
વનડે શ્રેણીમાં ભારતીય ટીમના પ્રદર્શનનું આંકલન કરતા શાસ્ત્રીએ જીતનો શ્રેય સપોર્ટ સ્ટાફને આપ્યો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેના જ ઘરમાં બે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ફ્લેચરની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠ્યા છે. શાસ્ત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તેમને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ફ્લેચરના કોચ તરીકેનો પ્રદર્શન રિપોર્ટ બીસીસીઆઇની કાર્યકારિણી સામે રજૂ કરવાનો છે. આ બેઠક 26 સપ્ટેમ્બરે થવાની છે. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- ટી20માં સૌથી વધુ રન બનાવનાર ટોપ ટેન ભારતીય
આ પણ વાંચોઃ- ધોનીએ સ્વીકારી જવાબદારી કહ્યું, ‘હાર માટે હું જવાબદાર'
આ પણ વાંચોઃ- ડુ પ્લેસિસે તોડ્યો સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ

ફ્લેચર પિતા તુલ્ય
શાસ્ત્રીએ એક વેબસાઇટને જણાવ્યું છેકે, ફ્લેચર કોચ છે, તેમની પાસે કોચ તરીકે 100 કરતા વધારે ટેસ્ટનો અનુભવ છે. તે ટેક્નિકલી રીતે સક્ષમ છે. તે સન્માનિત વ્યક્તિ છે. તે પિતા તુલ્ય છે અને તેઓ પોતાનું કામ સારી રીતે કરે છે.

દીર્ઘકાલિન રણનીતિ માટે શું કરવું?
મે ઓછો સમય ટીમના ડિરેક્ટર તરીકે વિતાવ્યો છે પરંતુ હવે હું બીસીસીઆઇ સાથે આ અંગે ચર્ચા કરીશ કે દીર્ઘકાલિન રણનીતિ માટે શું કરવું પડશે. મને આશા કરતા વધારે મળ્યું. હું આવું એટલા માટે કહીં રહ્યો છું કે, બહુ ઓછી ટીમોએ ઇંગ્લેન્ડને પાંચ વનડે મેચોની શ્રેણીમાં 3-1થી પરાજીત કર્યું છે. આ એક મોટી સફળતા છે. ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ આ રીતે પુનરાગમન કરવું સરાહનીય છે.

ખેલાડીઓનું સમર્થન મેળવવામાં સફળ
ટીમ સાથે અચાનક જોડાયા પછી પણ શાસ્ત્રી સુકાની અને સીનિયર ખેલાડીઓનું સમર્થન અને વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યાં. સુકાની ધોની અને સીનિયર ખેલાડી સુરેશ રૈનાએ કહ્યું હતું કે શાસ્ત્રીનો પોજીટીવ માઇન્ડસેટ વનડે શ્રેણી દરમિયાન ડ્રેસિંગરૂમ માટે ઘણો જ ફાયદાકારક રહ્યો.

દૈનિક કામ માટે કોચ અને સુકાની સંપર્ક કરશે
શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધું હતું કે દૈનિક કામકાજ માટે કોચ ફ્લેચર અને સુકાની ધોની તેમનો સંપર્ક કરશે. તેનાથી કોચની ભુમિકાને લઇને પ્રશ્નો ઉઠ્યા પરંતુ શાસ્ત્રીએ પોતે જ કહ્યું કે તે પોતાની ભુમિકા અદા કરી રહ્યાં છે અને કોચને તેમનું કામ કરવાનું છે.