For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલી બીજા સ્થાન પર, ભુવનેશ્વર પહેલી વાર ટોપ 10માં

|
Google Oneindia Gujarati News

દુબઇ, 20 ઓક્ટોબર: વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ સીરિઝ દ્વારા ફોર્મમાં પાછા ફરેલા બેટ્સમેન વિરાટ કોહલી આઇસીસી રેન્કિંગમાં ફરીથી બીજા સ્થાન પર આવી ગયા છે. જ્યારે સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર પહેલી વાર ટોપ 10માં પહોંચ્યા છે. કોહલીએ છેલ્લી મેચમાં 127 રનોની સાથે કૂલ 191 રન બનાવ્યા હતા. ભારતે આ સીરિઝ 2-1થી જીતી હતી.

કોહલીએ રેન્કિંગમાં દક્ષિણ આફ્રીકાના હાશિમ અમલાને ત્રીજા નંબર પર ધકેલી દીધો છે જ્યારે પહેલા નંબર પર દક્ષિણ આફ્રીકાનો જ એબી ડિવિલિયર્સ છે. ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની છઠ્ઠા નંબર પર યથાવત છે. જ્યારે શિખર ધવન એક ક્રમ ખસકીને આઠમાં સ્થાન પર આવી ગયા છે. સુરેશ રૈના ત્રણ ડગલા આગળ વધીને 15માં સ્થાન પર પહોંચી ગયા છે.

ભુવનેશ્વરે સીરિઝમાં માત્ર બે વિકેટ લીધી પરંતુ તે સાત ક્રમ ઉપર આવીને સાતમાં સ્થાન પર પહોંચી ગયા. રવિન્દ્ર જાડેજા પાંચમાં સ્થાનથી એક ક્રમ નીચે આવી ગયા છે. શ્રેણીમાં દસ વિકેટ લેનારા ઝડપી બોલર મોહમંદ શમી પાંચ ક્રમ ઉપર ચડીને 16માં સ્થાન પર આવી ગયા છે.

team
ટીમ રેન્કિંગની વાત કરીએ તો ભારત 113 અંક લઇને દક્ષિણ આફ્રીકાની સમકક્ષ બીજા સ્થાન પર યથાવત છે. જોકે, દક્ષિણ આફ્રીકાની પાસે ઓસ્ટ્રેલિયા (114)ને પછાડીને ટોપ પર પહોંચવાની તક છે કારણ કે તેને બુધવારથી ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે શ્રેણી રમવાની છે. શ્રેણી 3-0થી જીતવા પર દક્ષિણ આફ્રીકા ઓસ્ટ્રેલિયાથી એક રેટિંગ અંક આગળ પહોંચી જશે. બીજી તરફ જો ન્યૂઝીલેન્ડ શ્રેણી જીતે છે તો પાકિસ્તાનને પછાડીને છઠ્ઠા સ્થાન પર પહોંચી જશે. હાલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બંનેના 98 રેટિંગ અંક છે, પરંતુ પોઇન્ટની બાદની ગણતરીના આધારે ન્યૂઝીલેન્ડ સાતમાં સ્થાને આવે છે.

બેટ્સમેનની રેંકિંગમાં શ્રેષ્ઠ 20માં દક્ષિણ આફ્રીકાના ચાર બેટ્સમેન છે જેમાં ડિવિલિયર્સ અને અમલા ઉપરાંત કિંટોન ડિકાક(9માં) અને ફાફ ડુ પ્લેસિસ (11માં)નો સમાવેશ થાય છે.

English summary
ICC ODI rankings: Virat Kohli climbs to second, Bhuvneshwar Kumar breaks into top 10.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X