દક્ષિણ આફ્રિકા ટૂ મુંબઇઃ વિરાટ પહોંચ્યો સીધો અનુષ્કાના ઘરે
મુંબઇ, 2 જાન્યુઆરીઃ હાલ એવા સમાચાર વહેતા થયા છે કે, ભારતીય ક્રિકેટ ટીમનો શાનદાર ખેલાડી વિરાટ કોહલી 2014ને આવકારવા માટે સીધો જ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે પહોંચી ગયો હતો. ભલે એ વાતનો તેઓ સ્વિકાર ના કરે પરંતુ એટલું નક્કી છે જ કે વિરાટ અને અનુષ્કા એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યાં છે. પહેલાં પણ એવા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે અનુષ્કાના ઘરે વિરાટ કોહલી આવ્યો હતો અને હવે ફરીથી તે અનુષ્કાના ઘરે જોવા મળ્યો હતો.

અભિનેત્રીના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, અનુષ્કા અને વિરાટ અવાર નવાર મળે છે, પરંતુ હંમેશા તેઓ સાથે બહાર નિકળતા નથી. વિરાટ શહેરમાં આવે ત્યારે આ જોડી લોન્ડ ડ્રાઇવ પર જરૂર જાય છે. વિરાટ મોટાભાગનો પોતાનો ફાજલ સમય અનુષ્કા સાથે વિતાવે છે. બન્ને એક બીજાની નજીક ત્યારે આવ્યા જ્યારે તેમણે એક શેમ્પુ માટે જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
