T20 વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં ભારત તરફથી ઇરફાન પઠાણે (31) અને સુરેશ રૈના(26)એ જ સંતોષજનક પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે નિર્ધારીત ઓવરોમાં 140 રન બનાવી ઓસ્ટ્રેલિયાને 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી.
શેન વોટસનના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાએ સરળતાથી જીત અપાવી હતી. વોટસન સિવાય ડેવિડ વોર્નરે અણનમ રહી 41 બોલમાં 63 રન બનાવ્યા હતા જેમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી, અને તેમક પ્રથમ વિકટ માટે 133 રનની ભાગીદારી બનાવી હતી. ગ્લેન મેક્સવેલ ચાર રન બનાવી અણનમ રહ્યો હતો.
જોકે વરસાદે રમતમાં ખલેલ પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વરસાદના કારણે પીચમાં ભેજ આવી ગયો હતો જેના કારણે વિકેટ એકદમ સપાટ થઇ ગઇ હતી. જે ભારતીય બોલરો માટે નુકશાનકારક સાબિત થયું હતું. આમ કેટલાક અંશે ભારત પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
હવે ભારત માટે બંને મેચો જીતવી જરૂરી છે. 30 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તન સામે ટકરાશે જ્યારે ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ સુપર-8માં બે અંક મેળવી લીધા છે અને ભારતથી ઉપરના ક્રમે આવી ગયું છે.












Click it and Unblock the Notifications
