For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સન સહિત ચાર ખેલાડીઓ ટીમમાંથી બહાર

|
Google Oneindia Gujarati News

shane-watson
મોહાલી, 11 માર્ચઃ સતત બે ટેસ્ટ મેચોમાં ભારત સામે પરાજય મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધારે ત્યારે કથળી જ્યારે વોટ્સન સહીતના ચાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા, તેમના પર અનુશાસનનું ઉલ્લઘંન કરવાનો આરોપ મુકાયો છે.

વોટસન, ઝડપી બોલર જેમ્સ પેટિન્સન અને મિશેલ જોનસન તથા યુવાન બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને ત્રીજી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ ચારેય ટીમ પ્રબંધનના નિર્દેશ છતાં ટીમ બેઠકમાં પ્રેજેન્ટેશન આપવામા નિષ્ફળ નિવડ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ હવે ત્રીજી ટેસ્ટમાં 13 ખેલાડીઓમાંથી ટીમ પસંદ કરવાની રહેશે અને મોહાલીમાં ઝડપી બોલરને અનુકુળ સ્થિતિ હોવા છતાં પેટિન્સનને બહાર બેસવું પડશે.

કોચ મિકી આર્થરે કહ્યું કે, અમારે ક્યાંકને ક્યાંક રેખાઓ ખેંચવી પડશે, પહેલા બે ટેસ્ટમાં કારમો પરાજય બાદ ટીમના અન્ય સભ્યો સાથે આ ચારેયને પ્રેજેન્ટેશન આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ ચારેય હવે ગુરુવારે શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં નહીં રમી શકે.

જ્યારે આ ચોંકાવનારી ઘોષણા કરવામાં આવ્યું ત્યારે મેનેજર ગેવિન ડોવી પણ આર્થર સાથે ઉપસ્થિત હતા. ડોવીએ કહ્યું કે, ખેલાડીઓને ઇમેલ થકી અથવા તો પ્રત્યક્ષ રીતે હાજર રહીને ત્રણ સલાહ આપવાનું કહેવામાં આવ્યું હતું, જે તે ટીમમાં કરવા માગતા હતા અને તેને પૂર્ણ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આર્થરે કહ્યું કે આ પગલું ટીમમાં અનુશાસન બનાવી રાખવા માટે ઉઠાવવામાં આવ્યું છે.

English summary
four of Australia players have been axed from the third must win Test for disciplinary reasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X