World Championship 2024 : કોણ છે ડી ગુકેશ? જેણે માત્ર 18 વર્ષની ઉમરે ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી
World Championship 2024 : વધુ એક ભારતીયએ ચેસની દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ડી ગુકેશે માત્ર 18 વર્ષની ઉમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે.
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે. તેણે 14મી અને છેલ્લી ગેમમાં ટાઈટલ વિજેતા ચીનના ડીંગ લિરેનને હરાવ્યો.

ગુકેશે આ 14 ગેમ મેચની છેલ્લી ક્લાસિકલ ટાઈમ કંટ્રોલ ગેમ જીતી લીધી અને લિરેનના 6.5 પોઈન્ટ સામે 7.5 પોઈન્ટ મેળવ્યા. આ મેચ ડ્રો તરફ જતી હોય તેવું લાગતું હતું. જીત્યા પછી તેને $2.5 મિલિયન ડોલરની ઈનામી રકમમાંથી મોટો હિસ્સો મળશે.
આ પહેલા રશિયન દિગ્ગજ ગેરી કાસ્પારોવ સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન હતો. તેણે 22 વર્ષે 1985માં એનાટોલી કાર્પોવને હરાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વર્ષની શરૂઆતમાં કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીત્યા બાદ ગુકેશ વિશ્વ ચેમ્પિયન માટે સૌથી યુવા ચેલેન્જર તરીકે મેચમાં સામેલ થયો હતો.
વૈશ્વિક ખિતાબ જીતનાર સુપ્રસિદ્ધ વિશ્વનાથન આનંદ પછી આ બીજો ભારતીય છે. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદે છેલ્લે 2013માં મેગ્નસ કાર્લસન સામે હાર્યા પહેલા ચેમ્પિયનશિપ જીતી હતી.












Click it and Unblock the Notifications
