પૃથ્વી શો સાથે મારામારી કરનારી સપના ગીલ કોણ છે? ઘણા સ્ટાર સાથે જોવા મળી છે
સપના ગીલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર તેના લાખો ફોલોઅર્સ છે. હવે તે પૃથ્વી શો સાથે મારામારી કરીને વિવાદમાં આવી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટર પૃથ્વી શો સાથે કેટલાક લોકો મારા મારી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોવા મળી રહેલી યુવતી સપના ગીલ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે અને ઘણા સ્ટાર સાથે જોવા મળી છે.


સપના ગીલ કોણ છે?
સપના ગીલ અને તેના સાથીઓ પર આરોપ છે કે તેમને ક્રિકેટર પૃથ્વી શો સાથે સેલ્ફી બાબતે વિવાદ કરીને મારામારી કરી અને કારમાં તોડફોડ કરી. આ સિવાય રૂપિયાની માંગણી કરવાનો પણ આરોપ છે.

સપના ગીલ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે
મીડિયા રિપોર્ટ અનુસાર, પૃથ્વી શો પર હુમલો કરવામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર સપના ગીલ પણ સામેલ છે. વીડિયોમાં પૃથ્વી સપનાનું વારંવાર નામ પણ લેતો જોવા મળી રહ્યો છે.

ઘણા સ્ટાર સાથે રીલ્સમાં જોવા મળી છે
સપના ગિલ પણ ઘણા સ્ટાર સાથે રીલ્સમાં જોવા મળી છે. બિગ બોસ ફેમ અલી ગોની સાથે તેનો ફોટો અને રીલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. સપના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની રીલ્સ ટ્રેન્ડમાં રહે છે.

સપના ગીલની મોટી ફેન ફોલોઈંગ છે
સપના ગીલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર તેના લાખો ફોલોઅર્સ છે. હવે તે પૃથ્વી શો સાથે મારામારી કરીને વિવાદમાં આવી છે. તેની સાથે અન્ય લોકો પણ આ ઘટનામાં સામેલ હતા.
Fight between Indian Cricketer Prithvi Shaw vs Influencer Sapna Gill#PrithviShaw #SapnaGill pic.twitter.com/SX1TFfVPV6
— Kapil Kumar (@kapilkumaron) February 16, 2023
8 લોકો સામે ફરિયાદ
હાલ પોલીસે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે અને સપના ગીલની ધરપકડ કરી લીધી છે. આ સિવાય પોલીસ અન્ય આરોપીઓ સામે પણ ઝડપથી કાર્યવાહી કરી રહી છે.












Click it and Unblock the Notifications
