વડોદરાના ઉર્વીલ પટેલે ગુજરાત ટાઇટન્સમાં જગ્યા બનાવી, જાણો કેટલામાં ખરીદ્યો?

વડોદરાના બેટ્સમેન ઉર્વીલ પટેલને ગુજરાત ટાઈટન્સે 20 લાખમાં ટીમમાં લીધો છે. ઉર્વીલ બેટ્સમેન અને વિકેટકિપર છે.

વડોદરા : આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવે ગુજરાતના વધુ એક ખેલાડીને લોટરી લાગી છે. વડોદરાના ઉર્વીલ પટેલને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે. ઉર્વીલ પટેલને ગુજરાત ટાઈટન્સે 20 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.

Urvil Patel

ઉર્વીલ પટેલ મુળ વડોદરાનો ક્રિકેટર છે અને આ પહેલા તે વડોદરા અંડર 14, 16 અને 19ની ટીમ તરફથી રમી ચુક્યો છે. આ સિવાય તે ગુજરાતની ટીમમાંથી પણ રમી ચુક્યો છે. રાઈટ હેન્ડ બેટ્સમેન અને વિકેટ કિપર ઉર્વીલ પટેલને મોટી લોટરી લાગી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગઈ સિઝનમા આઈપીએલ ટાઈટલ જીતનારી ગુજરાત ટાઈટન્સની ટીમમાં એન્ટ્રી મળતા તેને પોતાને સાબિત કરવાનો મોકો મળ્યો છે. આ પહેલા ઉર્વીલ પટેલ 33 મેચમાં 147ની સ્ટ્રાઈક રેટથી 683 રન ફટકારી ચુક્યો છે. આમાં 4 અડધી સદી પણ સામેલ છે. આ સિવાય તેને લિસ્ટ એની 10 મેચમાં 104 રન કર્યા છે. ઉર્વીલ પટેલ બેટ્સમેન સાથે વિકેટકિપર છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સમાં ઉર્વીલ પટેલ માટે મોટો મોકો હશે. ગઈ વખતે ટાઈટલ જીતનારી ટીમમાં તે હાર્દિક પંડ્યા સહિતના દિગ્ગજો સાથે મેદાનમાં ઉતરશે. જો કે તેને પ્લેઈંગ ઈલેવનમાં કેટલી જગ્યા મળે છે તે પણ જોવુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X