કોણ છે વેંકટેશ અય્યરની ભાવી પત્ની શ્રુતિ રઘુનાથન? જુઓ ફોટો

આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહેલા ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે સગાઈ કરી લીધી છે. વેંકટેશ અય્યરે શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી છે.

ક્રિકેટની પીચ પર બોલરો પર સિક્સર ફટકારનાર કોલકાતાના સ્ટાર બેટ્સમેન વેંકટેશ અય્યરે પોતાના અંગત જીવનમાં એક નવી પીચ પર પગ મૂક્યો છે.

Shruti Raghunathan

વેંકટેશ અય્યરે સગાઈ કરી લીધી છે. KKR તરફથી IPLમાં રમી રહેલા વેંકટેશ અય્યરે શ્રુતિ રગુનાથન સાથે સગાઈ કરી છે. અય્યરે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને સગાઈની જાણકારી તેના ફેન્સને આપી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અય્યરની ભાવિ પત્ની શ્રુતિ રઘુનાથને PSG કોલેજ ઓફ આર્ટ એન્ડ સાયન્સમાંથી B.Com અને NIFT Indiaમાંથી ફેશન મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

હાલમાં શ્રુતિ બેંગલુરુમાં લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરી રહી છે. વેંકટેશ અય્યરની વાત કરીએ તો આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું છે પરંતુ સારા પ્રદર્શનના અભાવે તે ટીમમાં પોતાની જગ્યા કાયમી કરી શક્યો નથી.

વેંકટેશ અય્યર ભારત માટે બે ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. IPLમાં તેણે KKR માટે 36 મેચમાં 28ની એવરેજથી 956 રન બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X